કોચિંગ સેન્ટર્સ હવે ગેરમાર્ગે દોરતી જાહેરાત નહીં કરી શકેઃ ગાઈડલાઈન જાહેર
નવી દિલ્હી, કેન્દ્ર સરકારે કોચિંગ ઇન્સ્ટિટ્યુટ્સ દ્વારા ગેરમાર્ગે દોરતી એડ્. સામે કડક વલણ અપનાવ્યું છે. આવી એડ્.ના નિયમન માટે બુધવારે નવી માર્ગરેખા જારી કરવામાં આવી છે. જેમાં ૧૦૦ ટકા સિલેક્શન કે ૧૦૦ ટકા જોબ સિક્યોરિટીના ખોટા દાવા કરતી એડ્. પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
નેશનલ કન્ઝ્યુ. હેલ્પલાઇનની ફરિયાદોને પગલે આખરી માર્ગરેખા લાગુ થઇ ચૂકી છે. સેન્ટ્રલ કન્ઝ્યુ. પ્રોટેક્શન ઓથોરિટી (સીસીપીએ) દ્વારા તૈયાર કરાયેલી માર્ગરેખામાં એડ્.ની ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. નવી માર્ગરેખા અનુસાર કોચિંગ સેન્ટર્સ પર કોર્સ અને તેની મુદત અંગે ખોટા દાવા કરવાનો પ્રતિબંધ મુકાયો છે.
ઉપરાંત, ફેકલ્ટીની યોગ્યતા, ફીનું માળખું, રિફંડની પોલિસી, સિલેક્શનનો દર અને પરીક્ષાના રેન્કિંગ અંગે પણ કોચિંગ સેન્ટર્સ ખોટા દાવા નહીં કરી શકે. ઘણા કોચિંગ સેન્ટર્સની એડ્.માં ગેરંટેડ જોબ સિક્યોરિટી અને પગારવધારા અંગે ખોટા દાવા કરતા હોય છે. તેની પર પણ માર્ગરેખામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
માર્ગરેખામાં ‘કોચિંગ’ની વ્યાખ્યા કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક સપોર્ટ, શૈક્ષણિક માર્ગદર્શન, સ્ટડી પ્રોગ્રામ્સ અને ટ્યુશનનો સમાવેશ કરાયો છે. કાઉન્સેલિંગ, સ્પોટ્ર્સ અને રચનાત્મક પ્રવૃત્તિઓને તેમાંથી બાકાત રખાયા છે. માર્ગરેખામાં એવું પણ જણાવાયું છે કે, કોચિંગ સેન્ટર્સ પસંદગી પછી સફળ વિદ્યાર્થીઓની લેખિત સંમતિ વગર તેમના નામ, ફોટોગ્રાફ્સ વગેરેનો ઉપયોગ કરી શકશે નહીં.
સેન્ટર્સે કોર્સ અંગેની મહત્વની માહિતી મોટા અને સ્પષ્ટ શબ્દોમાં દર્શાવવાની રહેશે. સીસીપીએ દ્વારા અત્યાર સુધીમાં ૫૪ નોટિસ જારી કરવામાં આવી છે અને લગભગ શ્૫૪.૬૦ લાખની પેનલ્ટી પણ કરાઈ છે.
ગ્રાહક બાબતોના સચિવ નિધી ખરેએ જણાવ્યું હતું કે, “કોચિંગ સેન્ટર્સ ઇરાદાપૂર્વક માહિતી છુપાવતા હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે. એટલે કોચિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને માર્ગદર્શન આપવા માટે અમે માર્ગરેખા બહાર પાડી છે.SS1MS