ટ્રમ્પના રાજમાં નહીં રહેવા ઈચ્છતા અમેરિકનો માટે ચાર વર્ષની વર્લ્ડ ટ્રીપ
નવી દિલ્હી, ડોનાલ્ડ ટ્રમ્પ ટૂંક સમયમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવાના છે. જોકે તેમની જીતથી ઘણા અમેરિકનો નિરાશ છે. આ સ્થિતિમાં અમેરિકન લક્ઝરી ક્›ઝ લાઇન આવા લોકો માટે ચાર વર્ષની અનોખી સફર પર નીકળી જવાની ખાસ ઓફર લઈને આવી છે.
આ પેકેજ ખાસ કરીને એવા લોકો માટે તૈયાર કરવામાં આવ્યો છે જેઓ ટ્રમ્પના બીજા કાર્યકાળથી દૂર જવા માગે છે. ફ્લોરિડા સ્થિત વિલા વી રેસિડેન્સે ડોનાલ્ડ ટ્રમ્પની પુનઃચૂંટણી બાદ અમેરિકાથી દૂર જવા માંગતા અમેરિકનો માટે ૪ વર્ષની ‘સ્કિપ ફોરવર્ડ’ ટ્રીપની જાહેરાત કરી છે.
પ્રવાસીઓને વિશ્વના પ્રવાસ પર લઈ જવા, પ્રખ્યાત સ્થળોની મુલાકાત લેવા અને રાષ્ટ્રપતિના શાસનમાં નહીં રહેવા માટે એક અનોખું પેકેજ લોન્ચ કરવામાં આવ્યું છે.વિલા વી રેસિડેન્સની અખબારી યાદી મુજબ, અમેરિકનો પાસે ચાર વર્ષ સુધી કોઈપણ સમયે ટ્રિપમાં જોડાવા માટેનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
આ પૅકેજમાં તેમને ડબલ-આૅક્યુપન્સી રૂમ માટે ૧૫૯,૯૯૯ ડોલર અને સિંગલ-આૅક્યુપન્સી કૅબિન માટે ૨૫૫,૯૯૯ ડોલરનો ખર્ચ થશે. આમાં મુસાફરોને દરિયાઈ માર્ગે વિશ્વની મુસાફરી કરવાની તક મળશે જેમાં ક્›ઝ લાઇન આરામદાયક મુસાફરીનું વચન આપે છે.
વિલા વી રેસિડેન્સે ભારપૂર્વક જણાવ્યું છે કે તેનું ‘સ્કિપ ફોરવર્ડ’ પેકેજ તમામ રાજકીય પૃષ્ઠભૂમિના પ્રવાસીઓ માટે તૈયાર કરાયું છે.વિલા વીના સીઇઓ માઇકેલ પીટરસને એક અખબારને જણાવ્યું હતું કે અમને લાગે છે કે અમારી પાસે તે લોકો માટે એક આદર્શ આૅફર છે જેમણે કહ્યું હતું કે જો એક્સવાયઝેડ ચૂંટણી જીતશે તો તેઓ દેશ છોડી દેશે.
જોકે આ પેકેજ ચૂંટણીના પરિણામો પહેલા લોન્ચ કરવામાં આવ્યું નહોતું, અમારા રાજકીય મંતવ્યો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ અમે રાજકારણથી પર રહીને વિશ્વની સફર પર જવાના જુસ્સાથી પ્રેરિત છીએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કંપની કોઈ વિશેષ રાજકીય વિચારસરણી ધરાવતું નથી અને તે ફક્ત એવા લોકો માટે વિકલ્પ ઓફર કરવા માંગે છે જેઓ ટ્રમ્પની જીતથી ઉત્સાહિત નથી.SS1MS