જો બાઈડન અને ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત
નવી દિલ્હી, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં મુલાકાત થઈ હતા. આ બેઠક દરમિયાન બંનેએ શાંતિપૂર્ણ રીતે સત્તા સોંપવાની પ્રક્રિયા હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
જો બાઈડને વેલકમ બેક કહીને ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. બાઈડને એમ પણ કહ્યું કે સત્તા સોંપવાનો આ સમય સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તેમના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે રાજનીતિ મુશ્કેલ છે, પરંતુ તેઓ આ ટ્રાન્સફરને સરળ બનાવવામાં પણ યોગદાન આપશે.
જો કે બંને નેતાઓએ પત્રકારોના પ્રશ્નોના જવાબ આપવાનું ટાળ્યું હતું.રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની બાઈડેન સાથેની આ મુલાકાત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ૨૦૨૦માં ચૂંટણી હાર્યા પછી, ટ્રમ્પે સત્તા સોંપવા સંબંધિત ઘણી મહત્વપૂર્ણ પરંપરાઓનું પાલન કર્યું નહોતું તેમણે તત્કાલિન પ્રમુખ-ચુંટાયેલા જો બાઈડનને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા માટે આમંત્રણ આપવાનો ઇનકાર કર્યાે હતો, અને જો બાઈડનના શપથ ગ્રહણ સમારોહમાં પણ હાજરી આપી ન હતી.
પરંતુ આ વખતે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પહોંચ્યા અને આ પરંપરાઓનું પાલન કરવાની દિશામાં પગલું ભર્યું છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વ્હાઇટ હાઉસમાં થયેલી બેઠકે ફરી એકવાર સત્તા સોંપવાની પરંપરા શરૂ કરી. ટ્રમ્પ ચાર વર્ષ પછી વ્હાઇટ હાઉસમાં પાછા ફર્યા છે, જ્યારે તેમણે ચૂંટણી પરિણામોને નકારીને ૨૦૨૦ માં સત્તા છોડી દીધી હતી.
આ વખતે ટ્રમ્પ સત્તા પર પાછા ફર્યા છે, તેમણે તમામ સાત સ્વિંગ રાજ્યો જીત્યા છે અને ૩૧૨ ઇલેક્ટોરલ વોટ મેળવ્યા છે, જ્યારે વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને ૨૨૬ વોટ મળ્યા છે. રાષ્ટ્રપતિ બાઈડને ૬ નવેમ્બરે ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા અને તેમને વ્હાઇટ હાઉસની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
અમેરિકામાં નવા રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ વોશિંગ્ટન ડીસીમાં કેપિટલ બિલ્ડીંગમાં યોજાશે. આ ખાસ દિવસની પરંપરાઓમાંની એકમાં, રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાનથી ચર્ચ તરફ આગળ વધશે-પ્રમુખ ળેન્કલિન ડી. રૂઝવેલ્ટ દ્વારા ૧૯૩૩માં શરૂ કરવામાં આવેલી પરંપરા.
કેપિટલ બિલ્ડિંગમાં પ્રવેશતા પહેલા, નવા રાષ્ટ્રપતિ વ્હાઇટ હાઉસમાં વર્તમાન રાષ્ટ્રપતિને મળે છે, જ્યાં ઔપચારિક વાટાઘાટો થાય છે. જો કે, જ્યારે જો બાઈડને પદના શપથ લીધા ત્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રજા પર હતા, જેના કારણે આ પરંપરાનું પાલન કરવામાં આવ્યું ન હતું. જો કે હાલમાં બાઈડન સરકારનું વહીવટીતંત્ર આ પરંપરાને અનુસરી રહ્યું છે.SS1MS