કોઇપણ બેંકના એટીએમ પર ટૂંકમાં જ કેશ જમા થઇ શકશે
૩૦૦૦૦ એટીએમને તરત જ ઇન્ટરઓપરેબલ ડિપોઝિટ મશીનમાં ફેરવી દેવાશે: ઇ-કોમર્સ કંપનીઓને વધુ ફાયદો |
નવીદિલ્હી, યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ મારફતે એકથી બીજી બેંકમાં પેમેન્ટ કરવાની સુવિધા આપી દીધા બાદ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) હવે કેશ ડિપોઝિટ માટે પણ આવા જ પગલા લેવા માટે રજૂઆત કરી રહી છે. ફીચર બેંકોની શાખાઓ અથવા તો અન્ય જગ્યા પર લાગેલા એટીએમ ઉપર શરૂ કરવા માટેની સુવિધા આપવામાં આવનાર છે. એનપીસીઆઈની બ્રાંચ અને એટીએમ ઉપર ઇન્ટર ઓપરેબલ કેશ ડિપોઝિટ સિસ્ટમ અપનાવવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આ સ્વિચને ઇન્સ્ટીટ્યુટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇન બેંકિંગ ટેકનોલોજી દ્વારા તૈયાર કરવામાં આવ્યા બાદ આના પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આશરે ૩૦૦૦૦ એટીએમને ઇન્ટર ઓપરેબલ ડિપોઝિટ મશીનમાં અપગ્રેડ કરવામાં આવી શકે છે. સુત્રોએ કહ્યું છે કે, એનપીસીઆઈનું માનવું છે કે, તેના નેશનલ ફાઈનાન્સિયલ સ્વિચ મારફતે ઇન્ટરઓપરેબલ કેશ ડિપોઝિટ સિસ્ટમ શરૂ કરવાથી સમગ્ર બેંકિંગ સિસ્ટમ માટે કરન્સી સાચવવા માટેના ખર્ચમાં ઘટાડો થશે. આ સ્વિચને ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઇનબેંકિંગ ટેકનોલોજી દ્વારા વિકસિત કરવામાં આવ્યા બાદ તેની ગણતરી કરવામાં આવી રહી છે. આવું કરવાથી એટીંએમ ઓપરેટરોને પણ મશીનમાં કેશ મુકવાના ખર્ચમાં ઘટાડો કરવામાં મદદ મળશે. ડિપોઝિટ કરવામાં આવેલા પૈસાના ઉપાડ માટે ઉપયોગ કરી શકાશે. એક પ્રાઇવેટ બેંકરે નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, તમામ મોટી પ્રાઇવેટ બેંકો અને સરકારી બેંકોની ઇન્ટરઓપરેબલ નેટવર્ક સાથે જોડવા માટે કહેવામોં આવ્યું છે.
અલબત્ત બેંકો માટે એવી શરતોને માનવાથી પહેલા કેટલાક પાસાઓ ઉપર ધ્યાન આપવું પડશે. આ વ્યવસ્થા અપનાવતા પહેલા આના મારફતે બોગસ નોટોની હેરાફેરી રોકવા અને સિસ્ટમમાં તાલમેલ બેસાડવા માટે ફ્રેમવર્ક તૈયાર કરવાની જરૂર દેખાઈ રહી છે. ઇન્ટરઓપરેબલ કેશ ડિપોઝિટ નેટવર્ક પર ૧૪ બેંક પહેલાથી જ લાઇવ છે. સુત્રોએ કહ્યું છે કે, એનપીસીઆઈનો અંદાજ છે કે, આઇડીઆરબીટીની વ્યવસ્થા અપનાવીને મોટી બેંકોને આશરે ૩૦૦૦૦ એટીએમને તરત જ ઇન્ટરઓપરેબલ ડિપોઝિટ મશીનમાં અપગ્રેડ કરવામાં આવી શકે છે. આના માટે અલગથી હાર્ડવેર અપગ્રેડ કરવાની જરૂર રહેશે નહીં. એનપીસીઆઈ તરફથી અહેવાલ પર પ્રતિક્રિયા હજુ સુધી મળી શકી નથી.
આ યોજના લાગૂ થવાથી ગ્રાહકો માટે અન્ય બેંકોના એટીએમ પર કેશ ડિપોઝિટ કરવાની બાબત સરળ બનશે. દાખલા તરીકે એચડીએફસી બેંકના કસ્ટમરો એસબીઆઈની બ્રાંચ અથવા તો અન્ય જગ્યા પર રહેલી ડિપોઝિટવાળા એટીએમ મારફતે પણ પૈસા જમા કરી શકશે. આ મશીનોને કેશ ડિપોઝિટ મશન અથવા તો કેશ રિસાઇકિલર નામ આપવામાં આવે છે. આ સુવિધાથી સૌથી વધારે ફાયદો ઇ-કોમર્સ કંપનીઓ અને ફુડ એગ્રીગ્રેટર્સને મળી શકે છે.