Western Times News

Gujarati News

ફિલ્મોમાં મહિલાઓને ખોટી રીતે દર્શાવાય છેઃ સામંથાને અફસોસ

મુંબઈ, સામંથા રૂથ પ્રભુને ફિલ્મોમાં માત્ર ‘શો પીસ’ તરીકે રહેવામાં રસ નથી. સામંથા સિરિયસ અને ચેલેન્જિંગ રોલ કરવામાં માને છે. વાસ્તવિક જગતમાં મહિલાઓ જેવી છે, તેવી જ તેમને ફિલ્મોમાં પણ બતાવવી જોઈએ, તેવું સામંથા માને છે.

જો કે ફિલ્મોમાં મહિલાને સાવ ખોટી રીતે દર્શાવવામાં આવતી હોવાનો સામંથાને અફસોસ છે. સામંથા દરેક રોલની પસંદગીમાં ખૂબ કાળજી રાખે છે. નાણાં અથવા વાહ-વાહીના આધારે જ રોલ પસંદ કરવાની ઈચ્છા હોત તો સામંથાએ ‘પુષ્પા ૨’માં પણ ઊ અંટ્‌વા જેવું ગીત કરવાની હા પાડી હોત.

સામંથાએ તેના બદલે ઓછા બજેટની કે સ્ટાર વગરની ફિલ્મો કરવાનું વધારે ગમાડ્યું છે. અગાઉ ગ્લેમરસ રોલ કરનારી સામંથા હવે ‘ફ્લાવર’માંથી ‘ફાયર’ બનવા માગે છે. જેનો પુરાવો તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ ‘સિટાડેલઃ હની બની’ પરથી આવી રહ્યો છે.

સામંથાએ એક ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, ઓડિયન્સને વાસ્તવિકતા ગમે છે અને પોતાની જાત સાથે સરખાવી શકે-સાંકળી શકે તેવી વસ્તુઓ ઓડિયન્સને વધારે ગમે છે. તેથી રોલની પસંદગી કરવાનું કામ જવાબદારી સાથે કરવું જોઈએ. રોલ પસંદ કરતી વખતે વર્તમાન સમાજની મહિલાઓનું સાચું નિરુપણ થાય તેની કાળજી રાખવાની ફરજ છે.

સામંથાએ આ સાથે અફસોસ વ્યક્ત કર્યાે હતો કે, હાલની ફિલ્મોમાં મોટાભાગે મહિલાઓને ખોટી રીતે દર્શાવવામાં આવે છે. મહિલાના પાત્રોને ડેવલપ કરવાના બદલે લીડ હીરોના રોલ મુજબ તેને રજૂ કરાય છે. મહિલાની પોતાની સફર, ક્ષમતા અને ત્›ટિઓ દર્શાવવાનો પ્રયાસ થતો નથી.

મહિલાઓને પોતાના અનુભવોના બદલે લીડ કેરેક્ટર સાથેના સંબંધોના આધારે મૂલવવામાં આવે છે. પરિણામે, પોતે રોલની પસંદગી કરતી વખતે કે બ્રાન્ડને સપોર્ટ કરતી વખતે સાચા અર્થમાં મહિલાનું પ્રતિનિધિત્વ થાય તેની કાલઝી રાખે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.