શેખર કપૂર ‘માસૂમ ૨’ની સ્ક્રિપ્ટ ફ્લાઇટમાં ભૂલી ગયા અને તેમને પાછી પણ મળી ગઈ
મુંબઈ, જાણીતા ફિલ્મ મેકર શેખર કપૂરે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તેઓ પોતાની ૧૯૮૩ની જાણીતી ફિલ્મ ‘માસૂમ’ની સીક્વલ બનાવશે અને ટૂંક સમયમાં જ તેનું શૂટિંગ શરૂ કરશે. મહત્વની વાત એ છે કે આ સીક્વલમાં મૂળ ફિલ્મના સ્ટાર્સ નસિરુદ્દીન શાહ અને શબાના આઝમી સહિતનાં કલાકારો પણ ફરી કામ કરશે.
તેમન સાથે મનોજ બાજપાઈ પણ આ ફિલ્મમાં જોવા મળશે. તેઓ શેખર કપૂર સાથે આ પહેલાં ‘બેન્ડિટ ક્વીન’માં કામ કરી ચૂક્યા છે. નવી દિલ્હી ખાતે યોજાયેલા ૫૫મા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શેખર કપૂરે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું,“હું ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં શૂટિંગ શરૂ કરીશું.
ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે. ખરેખર તો એવું બન્યું કે ગઈ કાલે હું ફ્લાઇટમાં દુબઈથી પાછો આવતો હતો ત્યારે હું સીટ પર જ સ્ક્રિપ્ટ ભૂલી ગયો અને એક ફ્લાઇટ અટેન્ડન્ટે મને એક ચિઠ્ઠી સાથે પાછી આપી. આ ફિલ્મ ઇન્ડિયન સિનેમામાં તેનું યાદગાર સ્થાન દર્શાવે છે.
આ સ્ક્રીપ્ટ ખોવાઈ ગઈ હતી અને મારી પાસે પાછી આવી, તે દર્શાવે છે કે આ ફિલ્મ બનવાનું નિશ્ચિત છે.” જોકે, તેમણે જણાવ્યું હતું કે હવે સીક્વલમાં અલગ સ્ટોરી હશે પણ મૂળ ફિલ્મના મૂલ્યો હતાં એવાં જ હશે. સાથે તેમણે માસૂમ ફરી રિલીઝ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમાં તનુજા, સુપ્રિયા પાઠક, સઈદ જાફરી સાથે બાળ કલાકાર તરીકે જુગલ હંસરાજ, આરાધના અને ઊર્મિલા માતોંડકર હતાં.
૧૯૮૩માં રિલીઝ થયેલી આ ફિલ્મ શેખર કપૂરની ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ હતી, જે એરીક સેગલની નવલકથા ‘મૅન, વુમન એન્ડ ચાઇલ્ડ’ પરથી બની હતી. આ ફિલ્મનું સંગીત આર.ડી.બર્મન દ્વારા આપવામાં આવ્યું હતું, જેમાં ‘તુઝસે નારાઝ નહીં હે ઝિંદગી’,‘દો નૈના ઔર એક કહાની’ જેવા જાણીતાં ગીતો હતા.SS1MS