Western Times News

Gujarati News

અમેરિકામાં વાવાઝોડાને કારણે તબાહીઃ ૧૦ના મોત

શિકાગો, શિકાગો વિસ્તારમાં ભારે હવાઓ અને વરસાદને કારણે એક હજાર જેટલા ઉડયનો રદ કરવામાં આવ્યા હતાં. શહેરના ઓ હારે આંતરરાષ્ટ્રીય હવાઇ મથકે ૯૫૦થી વધુ ઉડયનો રદ કરવામાં આવી હતી જયારે મિડવે ઇટરનેશનલ એયરપોર્ટે ૬૦ ફલાઇટને રદ કરી દેવામાં આવી છે.ઉત્તરી ઇલિનોઇસ અને શિકાગો વિસ્તારમાં એક વિંટર વેધર એડવાઇઝરી જારી કરવામાં આવી હતી શિકાગોમાં ભારે વરસાદ થયો હતો ચેતવણી વ્યકત કરવામાં આવી રહી છે કે એક શક્તિશાળી વાવાઝોડાને કારણે ઉત્તરી અમેરિકામાં ખતરનાક સ્થિતિ પેદા કરી રહ્યું છે આ વિસ્તારમાં બર્ફીલા તાપમમાનથી ઉપરથી હિમપાત થવાની સંભાવનાને કારણે ગ્રેટર ટોરંટો વિસ્તારની અંદર નદીઓમાં ઉચ્ચ પ્રવાહ અને જળ સ્તર વધવાની સંભાવના છે ટોરંટો વિસ્તારના સંરક્ષણ પ્રાધિકરણ દ્વારા જારી એક નિવેદનમાં સલાહકારે કહ્યું કે તેના પરિણામ સ્વરૂપ ખતરનાક સ્થિતિ થશે રિપોર્ટ અનુસાર દક્ષિણ સંયુકત રાજય અમેરિકામાં તેજ વાવાઝોડામાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત નિપજયા છે અને ખુબ તબાહી મચી છે.

એડવાઇઝરી જારી કરી પ્રાધિકરણના ક્ષેત્રના નિવાસીઓથી પાણીના તમામ એકમોની આસપાસ અત્યંત સાવધાની દાખવવા અને નીચલા વિસ્તારો અને અંડરપાસોમાં પુરવાળા રોડવેજ પર ડ્રાઇવિંગથી બચવા માટે કહેવામાં આવ્યું છે. કહેવાય છે કે જાર્જિયા અને ટેનીસીમાં શક્તિશાળી હવાઓ ઉઠશે અધિકારીઓએ મિસિસિપીમાં પુરની ચેતવણી જારી કરી એને મિડવેસ્ટમાં તેજ હલચલની ભવિષ્યવાળી કરવામાં આવી છે. ઓકલાહોમાંથી મિશિગનના માધ્યમથી વિસ્તાર કરતા ઓલો અને હિમપાતની ચેતવણીઓનું ચુસ્ત પાલન કરવામાં આવી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.