સીદસર ઉમીયાધામમાં તાલાળા ગીરના વેપારી યુવાન સાથે લગ્નના નામે છેતરપિંડી
યુવતિના અગાઉ લગ્ન થઈને છુટાછેડા થઈ ગયા હોવા છતાં હકીકત છુપાવીઃ છેતરપિંડી કરી બીજા લગ્ન કરાવ્યાની પોલીસ ફરિયાદ
જામનગર, તાલાળા તાલુકાના રમળેચી ગામના વતની અને લેથ મશીન અને તેના પાર્ટસ બનાવવાનું કામ કરતા નીરજભાઈ ઉર્ફે લાલાભાઈ મનસુખભાઈ કમાણી નામના ૩૬ વર્ષના પટેલ વેપારી યુવાને પોતાની સાથે લગ્નના નામે છેતરપિડી કરવા અંગે પોતાની ખુશ્બુના પિતા કાંતીલાલલ કાનજીભાઈ ઘેટીયા રહે.લોધીકા સામે ફરીયાદ નોધાવી છે.
પોલીસ ફરીયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાન નીરજભાઈ સાથે ગત તા.૧૯-૧-ર૦ર ના દિવસે જામજોધપુર તાલુકાના સીદસર ગામમાં આવેલા ઉમીયા માતાજીના મંદીરે આરોપી કાંતીલાલભાઈ ઘેટીયાની પુત્રી ખુશ્બુના લગ્ન નોધાયા હતા.
ત્યારબાદ ખુશ્બુબેન લગ્ન કરીને નિરજભાઈને સાથે થોડો સમય માટે રહેવા આવ્યા હતા. ત્યારબાદ ૯-૪-ર૦ર૧ના દિવસે પોતાના ઘેરથી માવતરે ચાલ્યા ગયા હતા. ત્યારબાદ પતી પત્ની વચ્ચે વીખવાદ ચાલતો હતો. અને તેમણે પુત્રીને જન્મ આપ્યો હતો. જે કીષ્ટી નામની પુત્રી હાલ ત્રણ વર્ષની છે. અને માતા ખુશ્બુબેને સાથે રહે છે. જે પુત્રીનું અને પોતાનું ભરણોપોષણ મેળવવા માટે નીરજભાઈ સામે અદાલતમાં કેસ કરવામાં આવ્યા છે.
દરમ્યાન, નીરજભાઈને દ્વારા તપાસણી કરાતા અને અદાલતનો આશરો લેવાતા તેમાં રજુ કરેલા સોગંદનામામા ઉલ્લેખ કરેલો હતો કે, પોતાના અગાઉ લગ્ન થઈ અને છૂટાછેડા પણ થયા છે. જે દસ્તાવેજ પુરાવાઓ મેળવીને નીરજભાઈએ જોમજોધપુર પોલીસ મથકનો અને અદાલતના સંપર્ક સાધ્યો હતો.
પોતાની સાથે છેતરપિડી અને ખુશ્બુબેનના પીતા કાંતીલાલ ભાઈ ઘેટીયા સામે સૌપ્રથમ તાલાલા પોલીસ મથકમાં અરજી કરી હતી. ત્યાં પીએસઆઈ જે.એન.ગઢવી દ્વારા ઝીરો નંબરથી એફઆઈઆરના દાખલ કરીને આ ફરીયાદને જામજોધપુર પોલીસ મથકમાં ટ્રાન્સફર કરી હતી.જેના આધારે જામજોધપુર પોલીસ મથકમાં ફરીયાદ નોધાવતાં પોલીસે ગુુનો નોંધ્યો છે.