60% ભારતીય માતાપિતા કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા પોતાના બાળકોને દૂધ આપે છે : રીપોર્ટ
હૈદરાબાદ સ્થિત 66% માતા-પિતા દૂધને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે, જ્યારે લખનૌ અને કોલકાતામાં 55% આંકડા સાથે માતા-પિતા દૂધને સૌથી ઓછું પ્રાધાન્ય આપે છે
મુંબઇ/હૈદરાબાદ, દેશ આજે જ્યારે બાળદિનની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે ગોદરેજ જર્સીએ બાળકને દૂધ આપવા પાછળ ભારતીય માતા-પિતાનો તર્ક સમજવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. જ્યારે અમુક માતા-પિતાએ ફિટ રહેવાની અને વજન વ્યવસ્થાપન તથા થોડી ઉર્જા મેળવવા માટે ભોજનના રિપ્લેસમેન્ટ તરીકે દૂધની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, ત્યારે દેશભરના 60% માતાપિતાએ જણાવ્યું હતું કે તેઓ કેલ્શિયમનું પ્રમાણ જાળવી રાખવા માટે તેમના બાળકોને દૂધ આપે છે.
આ વ્યાપક અભ્યાસ ‘બોટમ્સ અપ….ઇન્ડિયા સેય્સ ચીયર્સ ટુ મિલ્ક’ નામથી દિલ્હી, લખનૌ, મુંબઇ, પુણે, હૈદરાબાદ, ચેન્નાઇ, બેંગલોર અને કોલકાતાનાં ઉત્તરદાતાઓનાં પ્રતિભાવોને આવરે છે કે જે બદલાતી ગ્રાહક પસંદગીઓ અને ઉદ્યોગના ટ્રેન્ડ્સ માટે મૂલ્યવાન ઇનસાઇટ્સ પ્રદાન કરે છે. બાળકને દૂધ આપવા પાછળ માતા-પિતાનો તર્ક સમજવા ઉપરાંત, સર્વે એ પણ સમજવાનો પ્રયાસ કરે છે કે તેઓ પોતાના બાળક માટે કઇ મિલ્ક-બેસ્ડ પ્રોડક્ટને પ્રાધાન્ય આપે છે.
તારણો વિષે વાત કરતા ગોદરેજ જર્સીનાં સીઇઓ ભુપેન્દ્ર સૂરી કહે છે કે, “દૂધનું પોષણ મૂલ્ય ભારત તથા વૈશ્વિક સ્તરે હાથ ધરાયેલ મલ્ટીપલ રીસર્ચ સ્ટડીમાં સાબિત થયું છે, જે બાળકો માટે સારું છે. દૂધ એ વિકસતા બાળકો માટે વ્યાપકપણે અનિવાર્ય છે કેમકે તે ઉચ્ચ પોષણ ગુણવત્તાનું પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફોરસ અને વિટામિન એ ધરાવે છે. આ ઉપરાંત અમારા ક્ન્ઝ્યુમર સર્વે દ્વારા એ નોંધવુ પ્રોત્સાહક છે કે માતાપિતા શા માટે તેમના બાળકોને દૂધ આપવાનું પસંદ કરે છે.”
અન્ય રસપ્રદ ઇનસાઇટ કે જે રીપોર્ટ પરથી જાણવા મળી છે એ મુજબ 90% ભારતીય બાળકો અઠવાડિયામાં 4-5 કરતા વધારે વખત દૂધ પીએ છે તથા 40% કરતા વધારે માતા-પિતા સ્કૂલના ભોજન તરીકે અથવા દિવસ દરમિયાન કે પછી વિશેષરૂપે ખેલકૂદ સમયે ફ્લેવર્ડ મિલ્કના સેવનને પ્રાધાન્ય આપે છે.
આ સર્વે YouGov દ્વારા ડિઝાઇન તથા સંચાલિત હતો. ગોદરેજ એગ્રોવેટ લિમિટેડની પેટાકંપની ક્રીમલાઇન ડેરી પ્રોડક્ટ્સ લિમિટેડ, જે ગોદરેજ ગ્રુપનો ખાદ્ય તથા કૃષિ – વ્યવસાય સમૂહ છે, તે ગોદરેજ જર્સીનાં નામ હેઠળ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.