Western Times News

Gujarati News

ઝેરી ધુમ્મસની ચાદરમાં તાજમહેલ ઢંકાયો

નવી દિલ્હી, પ્રદૂષણના કારણે ફેલાયેલા ઝેરી ધુમ્મસમાં ગુરુવારે આગ્રા ખાતેનો પ્રખ્યાત તાજમહેલ અને અમૃતસરનું સુવર્ણ મંદિર ઢંકાઈ ગયું હતું તથા દિલ્હીમાં અનેક ફ્લાઇટ્‌સ વિલંબિત થઈ હતી. કેટલાંક જગ્યાએ પર ગાઢ ધુમ્મસની કારણે નજીકનું જોવામાં પણ મુશ્કેલી પડી હતી.

દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત બીજા દિવસે ૪૩૦ના આંકે પહોંચ્યો હતો. પંજાબ અને હરિયાણામાં ખેતરોમાં પરાળી બાળવા માટે લગાવવામાં આવતી આગ, વાહનોના પ્રદૂષણ અને ઉડતી ધૂળને કારણે પ્રદૂષણે આ શિયાળામાં પણ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.

ગાઢ ધુમ્મસને કારણે આગ્રા શહેરમાં તાજમહેલ તેની સામેના બગીચાઓમાંથી ભાગ્યે જ દેખાતો હતો. પંજાબમાં સુવર્ણ મંદિરના પણ ગાઢ ધુમ્મસમાં ઢંકાઈ ગયું હતું. દિલ્હીની અનેક ફ્લાઇટમાં વિલંબ થયો હતા. એરપોર્ટથી પ્રસ્થાન કરતી ૮૮% અને એરપોર્ટ પર આવતી ૫૪% ફ્લાઇટ્‌સમાં વિલંબ થયો હતો.

દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિઝિબિલિટી ઘટીને ૩૦૦ મીટર (૯૮૦ ફૂટ) થઈ ગઈ હતી. બુધવારે ઝીરો વિઝિબિલિટીને કારણ ઘણી ફ્લાઇટ્‌સને ડાઇવર્ટ કરાઈ હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રદૂષણ, ભેજ, ધીમા પવન અને તાપમાનમાં ઘટાડાને કારણે ધુમ્મસમાં વધારો થયો છે.

પંજાબના ફાઝિલ્કા પ્રદેશના બાળરોગ નિષ્ણાત સાહબ રામે જણાવ્યું હતું કે એલર્જી, ઉધરસ અને શરદી જેવી બિમારીઓ સાથેના બાળકોમાં અચાનક વધારો થયો છે. અને અસ્થમાના તીવ્ર હુમલામાં વધારો થયો છે.

હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન ૧૬.૧ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જે આગલા દિવસે ૧૭ ડિગ્રી સેલ્સિયસ હતું. દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ સતત બીજા દિવસે ‘ગંભીર’ કેટેગરીમાં રહ્યું હતું. એર ક્વોલિટી ઇન્ડેક્સ ૪૩૦ના આંકે પહોંચ્યો હતો.

આ ઇન્ડેક્સ ઝીરોથી ૫૦ના આંકની વચ્ચે હોય તો હવામાનના સારું ગણવામાં આવે છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના જણાવ્યા અનુસાર નવી દિલ્હીમાં શુક્રવારે પણ પ્રદૂષણ ‘ગંભીર’ શ્રેણીમાં રહેવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.