ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ
મુંબઈ, બોક્સ ઓફિસ માટે આ દિવાળી ખરેખર ધનવર્ષાથી ભરપૂર રહી છે. જ્યારે આ દિવાળીએ એકસાથે લગભગ સાત ફિલ્મો એક સાથે થિએટરમાં ચાલી રહી હતી. તેમાં એક સાથે બે મોટી ફિલ્મો ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા ૩’ વચ્ચેની ટક્કર હોય કે પછી તમિલ ફિલ્મો ‘અમારન’ અને ‘બ્લડી બેગર’, તેલુગુ ફિલ્મો ‘કેએ’ અને ‘લકી ભાસ્કર’ તેમજ કન્નડ ફિલ્મ ‘બઘીરા’ હતી, જે બધી ફિલ્મોએ લગભગ સારી કમાણી કરી છે.
તેમાં પણ મહત્વની વાત એ છે કે ત્રણ મોટી ફિલ્મો ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા ૩’ અને ‘અમારન’ની ઓલાઇન ટિકિટ બૂકિંગ પ્લેટફર્મ બુકમાય શો પર લગભગ ૧ કરોડ ટિકિટ વેચાઈ છે. દિવાળી પર રિલીઝ થયેલી અન્ય ફિલ્મોનો પણ જો સમાવેશ કરવામાં આવે તો આ આંકડો હજુ વધી શકે તેમ છે. જોકે, ત્રણ મોટી ફિલ્મોએ દિવાળી વખતે બોક્સ ઓફિસ પર રાજ કર્યું છે.
દિવાળીથી ૧૨ દિવસોમાં સાઉથની ૩ ફિલ્મોએ વર્લ્ડ વાઇડ ૨૫૨ કરોડની કમાણી કરી છે. જ્યારે ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલભુલૈયા ૩’ એ ૧૧ દિવસમાં ૩૩૧ કરોડ ભારતમાં અને વર્લ્ડ વાઇડ ૩૩૫ કરોડની કમાણી કરી છે. આ આંકડાઓમાંથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો અંદાજ લગાવવો મુશ્કેલ છે, પરંતુ સિવાકાર્તિકેયનની ફિલ્મની બુકમાયશો પર ૩.૭ લાખ ટિકિટો વેચાઈ છે.
‘સિંઘમ અગેઇન’ની ૩.૧ લાખ ટિકિટ અને ‘ભૂલભુલૈયા ૩’ની ૩.૬ ટિકિટ વેચાઈ છે. ‘ભુલભુલૈયા ૩’ની વાત કરવામાં આવે તો આ ફિલ્મના એડવાન્સ બુકિંગ દ્વારા ૫૬૮.૩૭ હજાર ટિકિટ વેચાઈ હતી. પહેલા અઠવાડિયે ૨૨.૫૫ લાખ, બીજા શુક્રવારે ૧૭૯.૩૬ હજાર, બીજા શનિવારે ૨૯૨.૬૭ હજાર, બીજા રવિવારે ૨૩૨.૨૮ હજાર અને બીજા સોમવારે ૮૭.૧૨ હજાર થઈને કુલ ૩૦.૬ લાખ ટિકિટ વેચાઈ હતી.
જો ‘સિંઘમ અગેઇન’ની ટિકિટ વેચાણની વાત કરવામાં આવે તો એડવાન્સ બુકિંગ દ્વારા ૪૨૦.૭૮ હજાર ટિકિટ વેચાઈ હતી. પેહલાં અઠવાડિયે ૨૧.૫૫ લાખ, બીજા શુક્રવારે ૧૨૭.૫૪, બીજા શનિવારે ૨૦૫.૮૭ હજાર, બીજા રવિવારે ૧૭૧.૫ હજાર, તેમજ બીજા સોમવારની ૫૯.૩૧ હજાર મળીને કુલ ૩૦.૧ લાખ ટિકિટ વેચાઈ હતી.
જો ‘અમારન’ની કુલ ટિકિટના વેચાણની વાત કરીએ તો એડવાન્સ બુકિંગમાં ૫૬૮.૩૭ હજાર, પહેલા અઠવાડિયે ૨૨.૫૫ લાખ, બીજા શુક્રવારે ૧૭૯.૩૬ હજાર, બીજા શનિવારે ૨૯૨.૬૭ હજાર, બીજા રવિવારે ૨૩૨.૨૮ હજાર તેમજ બીજા સોમવારની ૮૧.૧૨ હજાર મળીને ૩.૬ મિલિયન ટિકિટ વેચાઈ હતી. આમ, અમારન આ ટિકિટ બુકિંગમાં ટોપ પર રહી હતી.SS1MS