Western Times News

Gujarati News

સસ્ટેનેબલ અને ઊર્જા-સ્થિતિ સ્થાપક ભવિષ્ય તરફ ગુજરાતનું નેતૃત્વ કરતા રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈ

COP29ની 29મી કોન્ફરન્સ : અઝર બૈજાન બાકું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લઇ રહ્યું છે લીડરશીપ

Ø  ક્લાઈમેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ, UNDP, અને ટોચની ડેનિશ કંપનીઓ સાથે સંવાદ સાધીને ગુજરાત અગ્રહરોળમાં રહીને રોલ મોડલ બનવા માટે તત્પર

Ø  દરિયાકિનારે અંદાજિત ૩૫-૪૦ ગીગાવોટ ઓફશોર પવનની સંભવિતતા ધરાવે છેગુજરાત ભારતના સ્વચ્છ ઊર્જા લક્ષ્યાંકોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા તૈયાર

Ø  ગુજરાત ક્લીન એનર્જીની દિશામાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરતા હરિત અને ટકાઉ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે

રાજ્યના ઊર્જામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એ અઝરબૈજાનના બાકુમાં યોજાઈ રહેલા (COP29) કૉન્ફરન્સમાં જણાવ્યું છે કેવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત રિન્યુ એબલ એનર્જી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે લઇ લીડરશીપ લઈ રહ્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાતે પુનઃપ્રાપ્ય ઊર્જા અને સસ્ટેનેબલ વિકાસમાં તેના નેતૃત્વની વૈશ્વિક સ્તરે પુનઃ પુષ્ટિ કરી છે.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એસ.જે. હૈદર અને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જય પ્રકાશ શિવહરે સહિતના વરિષ્ઠ અધિકારીઓ એ વૈશ્વિક નેતાઓ સાથે યોજાપેલ ઉચ્ચ સ્તરીય બેઠકોમાં ગુજરાતના આ પ્રતિનિધિ મંડળ અને સંસ્થાઓ એ હરિયાળી અને ઊર્જા-સ્થિતિસ્થાપક ભવિષ્ય માટે રાજ્યની પ્રતિબદ્ધતાના નવતર આયામોની ભૂમિકા રજૂ કરી હતી.

 ¤ રિન્યુએબલ એનર્જી માટે પ્રતિબદ્ધતા: ૨૦૪૭ માટે ગુજરાતનું વિઝન

મંત્રીશ્રી દેસાઈએ ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં ગુજરાતના પ્રોએક્ટીવ વલણને રજૂ કરતા જણાવ્યું હતું કેભારત આઝાદીની શતાબ્દી નિમિત્તે વર્ષ – ૨૦૪૭ સુધીમાં તેની નવીનીકરણીય ઊર્જા ક્ષમતાને વધારવા અને ઊર્જા સ્વ-નિર્ભરતા હાંસલ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો નક્કી કર્યા છે. વ્યૂહાત્મક નીતિઓ અને કાર્યક્રમો દ્વારા ગુજરાત નો ઉદ્દેશ્ય એનર્જી સીકયુરીટી અને આબોહવાની સ્થિતિસ્થાપકતા માટેની રાષ્ટ્રીય આકાંક્ષાઓને અનુરૂપ સસ્ટેનેબલ અને એફોર્ડેબલ ઊર્જા માટે સોલ્યુશન પૂરા પાડવાનો છે.

¤ મિશન ૧૦૦ GW’ અને ઇન્વેસ્ટમેન્ટમાં વધારો

ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જાનું કેન્દ્ર એ તાજેતરમાં શરૂ કરાયેલ મિશન ૧૦૦ GW ઓફ રિન્યુએબલ એનર્જી‘ છેજેનું અનાવરણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ૪થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ (RE-INVEST) ૨૦૨૪ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ મહત્વાકાંક્ષી યોજનાનો ઉદ્દેશ્ય નોંધપાત્ર રીતે રાજ્યની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતામાં વધારો કરીને ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણમાં ગુજરાતને એક અગ્રણી રાજ્ય બનાવવાનું છે.

શ્રી કનુભાઈ દેસાઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કેવ્યાપાર-મૈત્રીપૂર્ણ વાતાવરણને ઉત્તેજન આપવુંરોકાણ આકર્ષવું અને નવીનતા અપનાવવી એ આ મિશનના મહત્ત્વના ઘટકો છે. રાજ્યના પ્રયાસો ગ્રીન હાઇડ્રોજન જેવા વિકસતા વિસ્તારો સુધી વિસ્તરે છેજે ગુજરાતને સસ્ટેનેબલ આર્થિક વૃદ્ધિ અને નવીનીકરણીય ઊર્જા નવીનતા માટે વૈશ્વિક હબ તરીકે સ્થાન આપે છે.

 વૈશ્વિક ભાગીદારી અને ઓફશોર પવન ઊર્જા ક્ષેત્રની મહત્વાકાંક્ષાઓ

 ક્લાઈમેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (CIF)ના પ્રતિનિધિઓ અને અગ્રણી આંતર રાષ્ટ્રીય હિતધારકો સાથેની દ્વિ-પક્ષિય બેઠક દરમિયાન ઓફશોર પવન ઊર્જા ક્ષેત્રમાં ગુજરાતની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. દરિયાકિનારે અંદાજિત ૩૫-૪૦ ગીગાવોટ ઓફશોર પવનની સંભવિતતા ધરાવે છેગુજરાત ભારતના સ્વચ્છ ઊર્જા લક્ષ્યાંકોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા તૈયાર છે.

શ્રી દેસાઈએ વ્યૂહાત્મક નીતિઓઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને વૈશ્વિક નેતાઓ સાથે સહયોગી સાહસો દ્વારા મજબૂત ઓફશોર વિન્ડ ઈકોસિસ્ટમ બનાવવાના રાજ્યના વિઝનને સ્પષ્ટ કર્યુ હતુ.  ડેનમાર્કના મેન્યુફેક્ચરિંગ એસોસિએશન અને MKT કંપની જેવી કંપનીઓ સાથે ભાગીદારીને પ્રોત્સાહન આપીનેગુજરાતે ઓફશોર વિન્ડ એનર્જી રોકાણો માટે એક અગ્રણી સ્થળ તરીકે સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

 MKT કંપનીના પ્રતિનિધિઓએ ઑફશોર પ્રોજેક્ટ્સ માટે આવશ્યક અદ્યતન દરિયાઈ કેબલ ટેક્નોલોજીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું જ્યારે ડેનિશ કંપનીઓએ ગુજરાતની રિન્યુએબલ એનર્જી પહેલ પર સહયોગ કરવા માટે વિશેષ રુચિ દર્શાવી હતી. શ્રી દેસાઈએ સૌને સહયોગ માટે સંભવિત વિકલ્પો શોધવા અને ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રના સાક્ષી બનવા માટે પ્રતિનિધિ મંડળને ગુજરાતની મુલાકાત માટે ઔપચારિક આમંત્રણ આપ્યું હતું.

 સંપોષિત ભવિષ્ય (સસ્ટેનેબલ ફ્યુચર) માટે UNDP સાથે સંકલન

 યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) સાથે ગુજરાતની પાર્ટનરશિપ ગુજરાત રાજ્યના સંપોષિત ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રોગ્રામમાં વર્ષ-૨૦૪૭ સુધી ઝીરો એમિશન લક્ષ્ય હાંસલ કરવાગ્રીન ટેક્નોલોજીનો વ્યાપ વધારવા અને એનર્જી ટ્રાન્ઝિશન સરળ બનાવવાના મુદ્દા પર ચર્ચા થઈ હતી. UNDPના અસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ શ્રીએ ગુજરાત સરકારની રાજકીય સ્થિરતા અને વિકાસ નીતિની પ્રશંસા કરતા જણાવ્યું કેગુજરાતની નીતિઓ વૈશ્વિક રીતે સસ્ટેનેબલ ગ્રોથ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે રોલ મોડલ તરીકે કામ કરે છે.

 વિકાસશીલ નીતિઓ અને સર્વગ્રાહી અભિગમ

 મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના નેતૃત્વમાંગુજરાત સરકારે ગુજરાત એનર્જી પોલિસી અને ગ્રીન હાઈડ્રોજન પોલિસી અમલમાં મુકી છે. પોતાના વિદ્યુત નેટવર્કમાં સુધારો કરી રાજ્યએ રિન્યુએબલ ઊર્જાનું સુચારુ રીતે પાવર ગ્રિડ સાથે કનેક્શન સાધવામાં સફળતા મેળવી છે. રિન્યુએબલ ઊર્જાની પરિયોજનાઓને સમર્થન આપવા સરકારે વિશેષ રિવોલ્વિંગ ફંડ આપવાની નીતિ અમલમાં મૂકી છે. આવી નવીનીકરણ નીતિઓ અમલમાં મૂકી સરકાર આંતરરાષ્ટ્રીય પાર્ટનર્સનું ધ્યાન આકર્ષિત કરવાની સાથે રિન્યુએબલ એનર્જી ફંડિગ માટે રોલ મોડલ બની છે.

 નવી પ્રણાલીઓ અને સંકલનને વેગ આપીને ગ્લોબલ લીડર તરીકે ઉભરતું ગુજરાત

 મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ તેમજ જાણીતા ક્લાઈમેટ એક્ટિવિસ્ટ અને UN એન્વાયર્મેન્ટ પ્રોગ્રામના પૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી એરિક સોલ્હેમે વૈશ્વિક મંચ પર ગુજરાતમાં વિકસી રહેલી રિન્યુએબલ એનર્જી અંગેની ચર્ચા કરી હતી.

ગુજરાતે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે મેળવેલ સિદ્ધિ અને આ સફરના અનુભવોને રજૂ કરતાં ક્લાઈમેન્ટ ચેન્જના સંકટનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે સહકાર માટે આહ્વાહન કર્યું. ક્લાઈમેટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ, UNDP, અને ટોચની ડેનિશ કંપનીઓ સાથે સંવાદ સાધીને ગુજરાત અગ્રહરોળમાં રહીને રોલ મોડલ બનવા માટે તત્પર છે.

 રાજ્ય સરકાર પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ્સ (PPA)ના અમલીકરણ માટે પણ પ્રતિબદ્ધ છે. સરકારની નવા પ્રોજેક્ટની મંજૂરીની ઝડપી પ્રક્રિયા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ માટે ભરોસાપાત્ર અને કુશળ પાર્ટનર તરીકે ગુજરાતની પ્રતિષ્ઠા આગળ ધપાવે છે.

 સસ્ટેનેબલઊર્જાવાન ભવિષ્ય તરફ આગેકૂચ

 (COP 29)માં નવા વિચારોરોકાણો તથા અન્ય દેશોના સહકાર સાથે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાતની આગેવાનીને વધુ સુદૃઢ બનાવવાની નેમ વ્યક્ત કરતા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ‘ગ્રીન ગુજરાત’ના સંકલ્પ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે કેગુજરાત ક્લીન એનર્જીની દિશામાં વૈશ્વિક સ્તરે નેતૃત્વ કરતા હરિત અને ટકાઉ ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરી રહ્યું છે. ગુજરાત રિન્યુએબલ એનર્જીની દિશામાં આગળ વધીને વૈશ્વિક સ્તરે બીજા દેશો માટે રોલમોડલ બની તેમને પ્રેરિત કરી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.