શેરથા ગામના લોકોને જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દીધા હતા હવે દર મહિને 3 હજારની દવા લેવી પડે છે
ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના ગામો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના ટાર્ગેટ હોય તેવું લાગી રહ્યું છે. ?
શેરથા ગામના લોકોને પણ સારવારના નામે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોએ શિકાર બનાવ્યા હતા
(એજન્સી)અમદાવાદ, અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના કાળા કારસ્તાન એક બાદ એક સામે આવી રહ્યા છે. ફ્રી કેમ્પના નામે સારવાર માટે અમદાવાદ બોલાવી નાણા કમાવાનો જાણે ખ્યાતિએ વ્યવસાય બનાવી દીધો હતો.
ફ્રી મેડિકલ કેમ્પ યોજી પીએમવાયજે દ્વારા દર્દીઓની જાણ બહાર સારવાર કરી નાણા કમાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા હાલ સામે આવી છે.
ખ્યાતિ હોસ્પિટલના આ કારનામા માત્ર મહેસાણા જિલ્લા પૂરતા સિમિત નથી પરંતુ તેનુ કૌભાંડ રાજ્ય વ્યાપી ફેલાયેલુ છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના કડીની જેમ જ ગાંધીનગરના શેરથા ગામના ભોળા ગ્રામજનોને પણ ડર બતાવી જરૂર ન હોવા છતા એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ડ મુક્યા હતા. જેમા એક વૃદ્ધનું મોત થયુ હતુ.
બે વર્ષ અગાઉ શેરથા ગામમાં ખ્યાતિ હોસ્પિટલે ફ્રી કેમ્પ યોજીને ૯ જેટલા દર્દીઓને અંધારામાં રાખી બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. દર્દીઓને અંધારામાં રાખી સારવાર કરવામાં આવતી હોવાની જાણ થતા જ ૪ જેટલા દર્દીઓ તો સારવાર કરાવવી જ નથી તેમ કહી ત્યાથી ભાગી છૂટ્યા હતા અને આથી તેઓ બચી ગયા.
સાજા સારા હોવા છતા સ્ટેન્ડ મુકી દીધુ.
જેના કારણે હાલ દર મહિને ૩ હજાર રૂપિયાની દવા લેવી પડે છે. દવાના પૈસા પણ જેમતેમ કરી ભેગા કરીએ છીએ. જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દીધા અને હવે જીવીએ ત્યા સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયાની દવા લેવી પડે છે.
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આજીવન તેમની હોસ્પિટલની મેડિકલમાંથી અપાયેલી દવાઓ લેવાની પણ ફરજ પાડવામાં આવે છે. ભોગ બનેલા વૃ઼દ્ધ જણાવે છે કે સ્ટેન્ટ મુક્યુ એ પહેલા તેમણે ક્યારેય બીપીની દવા લીધી ન હતી અને સ્ટેન્ટ મુક્યા બાદ તેમને આજીવન દવા લેવી પડે તેવી સ્થિતિ છે.