Western Times News

Gujarati News

ખાનગી પ્લોટના માલિકોએ કચરાના નિકાલ માટે સેનેટરી કન્વેયન્સ સર્ટિફિકેટ લેવાનું રહેશે

પ્રતિકાત્મક

કિચન વેસ્ટ અને સૂકા કચરાનો અલગ અલગ નિકાલ થશે: દેવાંગ દાણી

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરનાં ૦૭ ઝોન ૪૮ વોર્ડમાં સામાજિક મેળાવડા, લગ્ન, અન્ય ધાર્મિક પ્રસંગો સહિતનાં વિવિધ કાર્યક્રમો માટે શહેરીજનો દ્વારા પ્રાઇવેટ કામ્યુનિટી હાલ, પાર્ટી પ્લોટ, ઓપન પ્લોટમાં ભાડે રાખવામાં આવતા હોય છે.

આવા એકમોમાં સામાન્ય રીતે પ્રસંગ દરમ્યાન ઉત્પન્ન થતાં વેસ્ટનાં યોગ્ય નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી ન હોવાનાં કારણે કચરો નજીકમાં આવેલ ખુલ્લી જગ્યાઓ રેલ્વે લાઇન પેરેલલ પરની જગ્યાઓ, ખુલ્લા પ્લોટો કે જાહેર ફૂટપાથ પર નાંખી દેવામાં આવતો હોય છે જેના કારણે શહેરની ઓવરઓલ સ્વચ્છતા પર અસર થતી હોય છે અને આવા કચરાનાં કલેક્શન અને નિકાલ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર વધારાનું ભારણ આવે છે.

મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી ના જણાવ્યા મુજબ હાલમાં સ્વચ્છ ભારત મિશન ૨.૦ અન્વયે સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૪ ચાલી રહ્યું છે. જેમાં દેશભરનાં ૪૮૦૦ થી વધારે શહેરોનું એસેસમેન્ટ કરવામાં આવશે. અમદાવાદ શહેરને ઉચ્ચ ક્રમાંક અપાવવા માટે અને શહેરની ઓવરઓલ visible cleanliness વધારવા સારું આવા પ્રાઇવેટ કામ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ, ઓપન પ્લોટમાં ઉત્પન્ન થતાં કચરાના યોગ્ય નિકાલ માટેની કાર્યપ્રણાલી અમલમાં મુકવામાં આવી છે.

જે મુજબ પ્રાઇવેટ હાલ, પાર્ટીપ્લોટની સફાઈ તથા કચરાનાં કલેકશન માટેની વ્યવસ્થા સબંધિત પ્રોપરાયટર, ઓર્ગેનાઇઝર, માલિક કે વપરાશકર્તાની રહેશે. નોન કીચન વેસ્ટ – સૂકો કચરો છસ્ઝ્ર ના ડોર ટુ ડોર વાહનમાં જ નિકાલ કરવાનો રહેશે. આ ઉપરાંત કીચન વેસ્ટ માટે AMC માન્ય એજન્સી પાસે અલગથી કોન્ટ્રાક્ટ કરવાનો રહેશે અને કોઈપણ સંજોગોમાં છસ્ઝ્ર નાં વાહનોમાં કે જાહેર જગ્યાઓ પર નિકાલ કરવાનો રહેશે નહિ.

છસ્ઝ્ર દ્વારા પ્રસંગદીઠ કચરાનાં કલેકશન માટે ક્ષેત્રફળનાં આધારે (૧) ૫૦૦ સ્કવે મીટર સુધીના ક્ષેત્રફળ ધરાવતા એકમો માટે રૂપીયા ૧૦૦૦ (૨) ૫૦૦ થી ૨૦૦૦ વે.મીટર માટે રૂપીયા ૨૦૦૦ અને (૩) ૨૦૦૦ વે. મીટર થી વધુ ક્ષેત્રફળ માટે રૂપીયા ૫૦૦૦ મુજબનો ચાર્જ એડવાન્સમાં વસૂલ કરવાનો નક્કી કરવામાં આવેલ છે. જે દરેક પ્રાયવેટ એકમોએ પ્રસંગદીઠ નિયમો અનુસાર ચૂકવણું કરવાનું રહેશે.

હાલ. પાર્ટીપ્લોટ માટેનું ઝોનલ / સબઝોનલ કક્ષાએથી મેળવવાનું રહેશે. જેને દર વર્ષે રીન્યુ કરવાનું રહેશે.જો કોઈ પ્રાઇવેટ હાલ, પ્લોટોમાં કચરાનાં કલેક્શન અંગે વ્યવસ્થા કરવામાં ન આવેલ હોવાનાં કિસ્સા ધ્યાને આવશે તો આવા એકમો સામે દંડનીય પગલાં તરીકે વહીવટી ચાર્જ થી લઈ એકમોને સીલ કરવા અને વપરાશ પરવાનગી અટકાવવા સહિતનાં પગલાંઓ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.