Western Times News

Gujarati News

શહેરના મલ્ટી લેવલ પાર્કિગોમાં ઈલેકટ્રીક ચાર્જિગ મશીનો લગાવવામાં આવશે

અમદાવાદ, અમદાવાદ શહેર દેશનું પ્રથમ શહેર છે કે જેમાં અમદાવાદ મ્યુ.કોર્પાેરેશન દ્વાર મલ્ટી લેવલ પાર્કિગ પ્લોટ્‌સમાં ઈલેક્ટ્રીક વાહનો તેમના વાહનો ચાર્જ કરી શકે તેવી સગવડ ટુંક સમયમાં શરૂ કરનાર છે. આ માટે હાલમાં ટેન્ડરીંગ પ્રોસેસ શરૂ કરવામાં આવ્યો છે.

પ્રથમ તબક્કામાં હાલમાં શહેરમાં જે ૩ મલ્ટી લેવલ પાર્કિગ પ્લોટો છે તે પ્લોટોમાં નવરંગપુરા, રીલીફ રોડ, તથા મણીનગરમાં આ સગવડ અપાશે, આ ઉપરાંત અન્ય ૩ જગ્યાઓમાં પ્રહલાદનગર, રીવરફ્રન્ટ (પશ્ચિમ) આ સગવડ મેળવી શકશે. દરેક પાર્કિગ પ્લોટ પર ૪૦૦ જેટલી કાર તથા ૬૦૦ ટુ વ્હીલર ઈલેક્ટ્રીક વાહનો ચાર્જ કરવાની ક્ષમતા મશીનો ધરાવશે.

મ્યુ.કમિશનર વિજય નેહરાએ જણાવ્યું હતું કે પાર્કિગ પ્લોટના દરેક ફ્લોર પર ઈ.વી. ચાર્જિંગ પોઈન્ટ મૂકવામાં આવશે, જેથી નગરજનોને ઈલેક્ટ્રીક વાહનો ચાર્જિંગ કરવામાં મુશ્કેલી પડશે નહીં. અમદાવાદ મ્યુનિ.કોર્પારેશનના મલ્ટી લેવલ પાર્કિગમાં પાર્ક કરેલ ઈલેક્ટ્રીક વાહનો, વાહનચાલક તેનું વાહન લેવા આવે ત્યારે તેનું વાહન ચાર્જ થઈ જાય તેઓ ભાવ પણ હશે.

મ્યુ.કમિશનરે જણાવ્યું હતું કે જેમ જેમ ડીમાન્ડ વધતી જશે તેમ તેમ ચાર્જીગ પોઈન્ટ્‌સમાં વધારો કરાશે. પ્રદૂષણ અંકુશમાં લાવવા, ઈલેક્ટ્રીકથી ચાલતા વાહનોને પ્રોત્સાહન આપવા સરકાર પણ આર્થઇક સહાય કરશે તેવી આશા સેવવામાં આવશે. લોકો ઈલેક્ટ્રીક વાહનો વાપરતા થાય તેમને પ્રોત્સાહન આપવા ઈલેક્ટ્રીક વાહનોના માલિકોને એક વર્ષ સુધી તેમના વાહનો રીચાર્જ મફત કરી શકશે. સૂત્રોના જણાવ્યા મુજબ મલ્ટી લેવલ કાર પાર્કિગ પ્લોટો સિવાય અન્ય જાહેર જગ્યાઓ પર પણ ઈ.યુ.ચાર્જિગ પોઈન્ટ્‌સ લગાડવા વિચારી રહી છે. કોમર્શિયલ વિસ્તારો, મોલ્સ તથા શોપીંગ કોમ્પ્લેક્ષમાં પણ ચાર્જીંગ પોઈન્ટ્‌સ પણ આપવાના રહેશે.

બકેરી એન્જીનિયર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લી.ના ડીરેક્ટર પવન બકેરીને જણાવ્યું હતું કે ઈલેક્ટ્રીક ચાર્જિંગ પોઈન્ટ્‌સ માટેનો મ્યુનિ.કોર્પાેરેશનનો નિર્ણય આવકારદાયક છે. આશ્રમ રોડ પર આવેલ સાકાર-૯માં તેમણે ઈ.વી.ચાર્જીંગ મુક્યું છે. આગામી દિવસોમાં ઈલેક્ટ્રીકથી ચાલતા વાહનોની સંખ્યામાં ઝડપી વધારો થશે ત્યારે ઈ.વી.ચાર્જિંગ પોઈન્ટ્‌સની જરૂર પણ વધશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.