Western Times News

Gujarati News

આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની સારી ચાલ ચલગતના લીધે જેલમુક્ત કરાયો

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીને ૧૪ વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ સારી વર્તણુકના લીધે જેલમુક્ત કરવામાં આવ્યો હતો.કેદીની જેલમુક્તિ થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભરૂચ જીલ્લા જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કેદી નંબર ૩૪૦૩૧ વિજય રમેશભાઈ વસાવાને વર્ષ ૨૦૦૮ માં તેના જ પરિવારના કાકા પુત્ર સાથે થયેલી મારામારીમાં પોતાના સ્વબચાવમાં ચપ્પુ વડે હુમલો કરતા સામે વાળા વ્યક્તિનું ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.

જેનો કેસ ભરૂચ નામદાર કોર્ટમાં ચાલી જતા વિજય વસાવાને કોર્ટે કસૂરવાર ઠેરવીને વર્ષ ૨૦૦૯ માં આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં તેને ભરૂચ જીલ્લા જેલમાં ૧૪ વર્ષ વધુ સજા ભોગવી હોય અને તેઓની વર્તણુક સારી હતી.જેથી સરકારના નક્કી કરેલા ધારાધોરણો મુજબ પાત્રતા ધરાવતા હોય બીએનએસએસની કલમ ૪૭૩ મુજબ મજકુર કેદીની વહેલી જેલમુક્તિ માટે જેલ અધિક્ષક અને અધિકારીઓના અભિપ્રાય મેળવી

અને જેલ સલાહકાર સમિતીના સભ્યો તરફથી પણ હકારાત્મક અભિપ્રાય મેળવી સજા ભોગવી રહેલા કેદીની વહેલી જેલમુક્તિ માટે સરકારમાં દરખાસ્ત મોકલી આપી હતી.જેમાં સરકરે બાકીની સજા માફ કરીને વહેલી જેલમુક્તિનો આદેશ કર્યો હતો.જેના અનુસંધાને ભરૂચ જીલ્લા જેલના ઈન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ અને જેલ અધિકારીઓની ઉપસ્થિતમાં જેલ મુકત કરીને સારા અને ઉજજવળ ભવિષ્યની કામના સાથે વિદાય આપવામાં આવી હતી.

વિજય વસાવા જેલ મુકત થતા પરીવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને પરીવારજનો સાથે મુલાકાત થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.આ અંગે વિજય વસાવાએ જણાવ્યું હતું કે જેલમાં રહીને પણ તેણે કોમ્પ્યુટર,દરજી કામ અને હાથ વણાટ સહિતની પ્રવૃત્તિઓ શીખી છે અને હવે નવા જીવનની શરૂઆત કરી સરકાર અને જેલ પ્રસાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.