ગોધરા ખાતે લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા દિવાળી વેકેશન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) ગોધરા, લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા વર્ષ દરમ્યાન ઘણી બધી વિજ્ઞાનને લગતી પ્રવુંતિઓ કરે છે. દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તે માટે લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરા દ્વારા દિવાળી વેકેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ત્રિ દિવસીય કેમ્પમા ધોરણ ૬ થી ૯ના વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કેમ્પની શરૂઆત લોક વિજ્ઞાન કેન્દ્રના મેનેજર અવિનાશ મિસ્ત્રીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપીને કર્યું હતું.
આ કેમ્પમાં પહેલા દિવસે ગણિતની ટ્રીક્સ અને ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગણિતના તજજ્ઞ જીગ્નેશ દેવડા દ્વારા વિદ્યાર્થીઓને ગણિતની ટ્રીક્સ અને ગેમ્સ શીખવાડવામાં આવી હતી. કેમ્પના બીજા દિવસ રોજ એક્ટીવીટીસ ઓન કેમેસ્ટ્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને કેમિકલ વિષે માહિતી આપવામાં આવી હતી અને કેમિકલને લગતા ઘણા બધા પ્રયોગો કરાવ્વામાં આવ્યા હતા.
કેમ્પના અંતિમ દિવસ એટલે કે ગઈકાલે એક્ટીવીટી ઓન માઈસ્ક્રોપ પ્રવુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માઈક્રોસ્કોપ કેવી રીતે વાપરવું અને પોતાનું બ્લડ ગ્રુપ કયું છે તે જાણકારી બ્લડ ગ્રુપ ટેસ્ટીંગ પ્રેક્ટીકલ કરાવીને વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. કેમ્પના અંતિમ દિવસે વિદ્યાર્થીઓ માટે શેક્ષણિક પ્રવાસ રાખવામાં આવ્યો હતો.
આ વિઝીટ આઇસિએઆર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુરની મુલાકાત કરાવામાં આવી હતી. આ વિઝીટમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી થતી ખેતી અને પશુપાલન વિષે માહિતી આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રધાન ડો. કનકલતા મેડમે વિદ્યાર્થીઓને કૃષિ ટેકનોલોજીની સાથે સાથે આહાર અને પોષણ વિષે પણ માહિતી આપી હતી.
દિવાળી વેકેશન કેમ્પના અંતિમ દિવસે લોક વિજ્ઞાન કેન્દ્ર, ગોધરાના કાર્યકારી પ્રમુખ ડો.સુજાત વલીના હસ્તે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ દિવાળી વેકેશન કેમ્પના આયોજનમાં લોક વિજ્ઞાન કેન્દ્રના મેનેજર અવિનાશ મિસ્ત્રી અને લોક વિજ્ઞાન કેન્દ્રના સાયન્સ કોમ્યુંનીકેટર ચાંદા સમીના, પ્રિતેશ દેવડા, કૃણાલ કનોજીયા અને વૈશાલીબેન બારિયાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.