હાઈકોર્ટની નીતિશ સરકારને ફટકાર
બિહાર, બિહારમાં દારૂબંધીને લઈને પટના હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે દારૂબંધીના કાયદાએ દારૂ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓના અનધિકૃત વેપારને પ્રોત્સાહન આપ્યું છે. એટલું જ નહીં સરકારી અધિકારીઓ માટે મોટી કમાણીનું માધ્યમ બની ગયું છે.
પટના હાઈકોર્ટે ૧૯ ઓક્ટોબરે આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે આ કડક જોગવાઈઓ પોલીસ માટે ઉપયોગી બની ગઈ છે, જે દાણચોરો સાથેની મિલીભગતમાં છે.
જસ્ટિસ પૂર્ણેન્દુ સિંહ દ્વારા ૨૪ પાનાનો આદેશ ૧૩ નવેમ્બરે અપલોડ કરવામાં આવ્યો હતો.સિંગલ બેન્ચે કહ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓને છેતરવા માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે જેથી દાણચોરીનો માલસામાનની હેરફેર અને પરિવહન કરી શકાય.
બેન્ચે કહ્યું કે પોલીસ અધિકારીઓ, આબકારી અધિકારીઓ ઉપરાંત રાજ્યના ટેક્સ વિભાગ અને પરિવહન વિભાગના અધિકારીઓ પણ પ્રતિબંધને પસંદ કરે છે. જેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેઓ તેનાથી જંગી કમાણી કરે છે.કોર્ટની આ ટિપ્પણી ખાગડિયાના રહેવાસી મુકેશ કુમાર પાસવાનની અરજીના જવાબમાં છે.
નવેમ્બર ૨૦૨૦માં પટનાના બાયપાસ પોલીસ સ્ટેશનના નિરીક્ષકના પદ પરથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જ્યારે રાજ્યના આબકારી વિભાગે દરોડામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો.SS1MS