Western Times News

Gujarati News

અમદાવાદમાં શિયાળો જામ્યોઃ શુક્રવારનું લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીથી નીચે નોંધાયું

અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી વિવિધ જિલ્લાઓમાં શિયાળાની અસર વર્તા રહી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુતમ અને મહત્તમ તાપમાન સતત ઘટતું ગયું છે. આજે સિઝનમાં પહેલીવાર અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટી ૨૦ ડિગ્રીની નીચે નોંધાયું હતું.

આ ઉપરાંત રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ નોંધાતા વહેલી પરોઢે ઠંડીનો ચમકારાથી શિયાળાનો અહેસાસ થયો હતો. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ પાંચ દિવસ રાજ્યમાં વર્તમાન ઠંડી-ગરમીનું મોજુ યથાવત્ રહેશે.

ત્યારબાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી ચાલુ થશે.અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મોડી રાત્રે અને વહેલી સવારે શિયાળાની અસર વર્તા હતી.

કારણ કે, લઘુતમ તાપમાન સતત ઘટતું જવાથી શિયાળાની અસર વર્તાઇ રહી છે, પરંતુ હવે ફરી એક વખત અમદાવાદ શહેર ગુજરાતવાસીઓને વધુ ઠંડી માટે વધુ રાહ જોવી પડશે તેવી આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, એક તરફ પવનની દિશા ફંડાઈ છે ત્યાં બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાત ઉપર રહેવાથી તાપમાન ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.

સામાન્ય રીતે વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણની ગરમી જકડાઈ રહે છે તેથી સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા નથી અને તેની ગરમી પરત જતી નથી. તેથી નીચલા સ્તરમાં તાપમાન જળવાઈ રહેવાથી ઠંડીનો અહેસાસ થોડા ઓછા પ્રમાણમાં થવાની શક્યતા છે.

જોકે, આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ત્રણ દિવસથી મોડી રાત્રે અને વહેલી સવારે શિયાળાની અસર વર્તે રહી હતી કારણ કે લઘુત્તમ તાપમાન સતત ઘટતું જવાથી શિયાળાની અસર વટાવવાને કારણે ઠંડક પ્રસરી હતી, કારણ કે એક તરફ પવનની દિશા ફંડાઈ છે ત્યાં બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ ગુજરાત ઉપર રહેવાથી તાપમાન ધીમે ધીમે ઘટવાની શક્યતા છે.

સામાન્ય રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણની ગરમી જકડાઈ રહે છે તેથી સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા નથી અને તેની ગરમી પરત જતી નથી. તેથી નીચલા સ્તરમાં તાપમાન જળવાઈ રહેવાથી ઠંડીનો અહેસાસ થોડા ઓછા પ્રમાણમાં થવાની શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.