Western Times News

Gujarati News

રોકસ્ટાર રણબીરઃ ૨૦૩૦ સુધી ૬ બિગ બજેટ ફિલ્મો ફાઈનલ

મુંબઈ, રણબીર કપૂરને એનિમલની સફળતાએ બોલિવૂડના એ-ગ્રેડ સ્ટારના લિસ્ટમાંલાવી દીધો છે. રણબીર કપૂરની કરિયર હાલ એવા તબક્કે છે, જ્યાં તેને સમકાલીન એક્ટર્સ સાથે સ્પર્ધાની ચિંતા નથી. ૨૦૨૬થી ૨૦૩૦ દરમિયાન રણબીર કપૂરની ૬ બિગ બજેટ ફિલ્મો ફાઈનલ થયેલી છે અને હાલ અલગ-અલગ તબક્કામાં છે.

રણબીર કપૂર દરેક ફિલ્મમાં પોતાના કેરેક્ટરને વાસ્તવિક બનાવવા તનતોડ મહેનત કરી રહ્યો છે અને તેની આ નિષ્ઠાના કારણે જ ફિલ્મ મેકર્સનો માનીતો બની રહ્યો છે. રણબીર કપૂરની લાઈન અપ થયેલી ફિલ્મોમાંથી સૌ પ્રથમ ‘લવ એન્ડ વોર’ ઈદ ૨૦૨૬માં રિલીઝ થવાની છે. સંજય લીલા ભણસાલીના ડાયરેક્શનમાં ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ ચાલી રહ્યું છે અને ૨૦૨૫માં જૂન સુધી પૂરું થવાની શક્યતા છે.

આ ફિલ્મ માર્ચ ૨૦૨૬માં રિલીઝ કરવાનું આયોજન છે. નીતેશ તિવારીના ડાયરેક્શનમાં ‘રામાયણ’ના કેટલાક ભાગનું શૂટિંગ થઈ ગયું છે અને તેને દિવાળી ૨૦૨૬માં રિલીઝ કરાશે. રણબીરે ‘રામાયણ’માં પોતાના ભાગનું શૂટિંગ પૂરું કરી દીધું છે. ‘લવ એન્ડ વોર’માં બ્રેકના ૧૦-૧૫ દિવસ દરમિયાન રણબીર ‘રામાયણ’ના પેચવર્કનું શૂટ કરી લેશે.

આમ, ઈદ અને દિવાળી જેવા મહત્ત્વના તહેવારો દરમિયાન બોક્સઓફિસ પર છવાઈ જવાના ઈરાદા સાથે રણબીરે તૈયારી શરૂ કરી છે. ‘લવ એન્ડ વોર’નું શૂટિંગ પૂરું થયા બાદ જૂન ૨૦૨૫થી રણબીર ‘રામાયણ ૨’માં જોડાઈ જશે અને વર્ષના અંત સુધીમાં તેનું શૂટિંગ પૂરું કરી દેશે. ૨૦૨૬માં ‘રામાયણ ૨’ના પેચવર્ક શૂટિંગમાં ૧૦-૧૫ થશે અને પછી વીએફએક્સ પર કામ થશે. દિવાળી ૨૦૨૭માં ‘રામાયણ ૨’ રિલીઝ થશે.

રણબીર કપૂરે રિતિક રોશન અને આમિર ખાનની હિટ ળેન્ચાઈઝી ‘ધૂમ’ની ચોથી ફિલ્મમાં કામ કરવાની તત્પરતા દર્શાવી છે. આ ફિલ્મ અત્યારે રાઈટિંગ સ્ટેજ પર છે. પ્રોડ્યુસર આદિત્ય ચોપરાએ નવા ડાયરેક્ટર અને નવા એક્ટર્સ સાથે ઉંદર-બિલાડીની રમત શરૂ કરવાનું વિચાર્યં છે. ૨૦૨૬ માર્ચ સુધીમાં ‘ધૂમ ૪’નું શૂટિંગ પૂરું થઈ જાય તો તેને ૨૦૨૭માં રિલીઝ કરવાનું આયોજન છે.

હાલની સ્થિતિએ ૨૦૨૬માં રણબીરની ‘લવ એન્ડ વોર’ તથા ‘રામાયણ’ અને ૨૦૨૭માં ‘ધૂમ ૪’ અને ‘રામાયણ’ ફાઈનલ છે. રણબીર કપૂરને સ્ટાર બનાવનારી ‘એનિમલ’ની સીક્વલ ‘એનિમલ પાર્ક’ એનાઉન્સ થયેલી છે, પરંતુ શૂટિંગ હજુ શરૂ થયું નથી.

સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં આ ફિલ્મ ૨૦૨૯માં રિલીઝ થવાની શક્યતા છે. આ ઉપરાંત કરણ જોહરના પ્રોડક્શનની ‘બ્રહ્માસ્ત્ર’ની સીક્વલ અંગે પણ લાંબા સમયથી વાત ચાલી રહી છે. રણબીરની હાથ પરની ફિલ્મોનું શૂટિંગ પૂરું થયા પછી ‘બ્રહ્માસ્ત્ર ૨’ ફ્લોર પર જશે. ૨૦૩૦ સુધીમાં આ ફિલ્મ પણ રિલીઝ થઈ જશે. રણબીર કપૂરને રાજકુમાર હિરાણીએ પણ એક ફિલ્મ ઓફર કરી છે.

રણબીરે હજુ આ ફિલ્મ સાઈન કરી નથી, પરંતુ ૨૦૨૫ સુધીમાં ઓફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે. આમ, રણબીરને સતત નવી ફિલ્મો ઓફર થઈ રહી છે, જેને જોતાં ૨૦૩૦ સુધી રિલીઝ થનારી રણબીરની ફિલ્મોની સંખ્યા ૧૦ સુધી પહોંચે તો પણ નવાઈ જેવું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.