આંબાવાડીમાં આવેલી એસબીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસઃ બે ચોર રંગે હાથ ઝડપાયા
મુંબઈની ટીમે બેંક મેનેજરને જાણ કરીઃ કટર મશીન સહિતનો સામાન જપ્ત |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ સાવ ખાડે ગઈ છે. જેને પગલે ચોરો તથા લૂંટારા બેફામ બન્યા છે. ચોરીની ઘટના અવારનવાર બનતા નાગરીકો પણ ત્રસ્ત બની ગયા છે. આ પરિસ્થિતિમાં આજે વહેલી સવારે આંબાવાડી વિસ્તારમાં આવેલા એક બેંકના એટીએમમાં ઘુસીને એટીએમ મશીન ગસ કટર વડે કાપવાનો પ્રયાસ કરતા બે ચોરો ઝડપાઈ ગયા હતા. સીસીટીવી કેમેરા ઉપર કપડું ઢાંકતા જ મુંબઈથી ટેકનિકલ ટીમે તુરત બેંક મેનેજરને બે ચોર એટીએમમાં ઘુસ્યા હોવાની જાણ કરી હતી. જેના પગલે ચોરીનો મોટો ગુનો બનતો અટકાવી શકાયો હતો.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આજે વહલી સવારે ચાર વાગ્યાના સુમારે આંબાવાડી પોલીટેકનિક રોડ ઉપર કેતન પેટ્રોલ પંપની સામે આવેલી એસબીઆઈ બેંકના એટીએમમાં બે ચોર ઘુસ્યા હતા. જેમાંનો એક બહાર રોકાયો હતો. જયારે બીજા ચોરે અંદર ઘુસી સીસીટીવી કેમેરા ઉપર કપડું નાંખી દીધું હતુ. અને ગેસ કટર વડે એટીએમ મશીન કાપવાની શરૂઆત કરી હતી. જ્યારે બહાર ઉભો રહેલો ચોર તમામ Âસ્થતિનું નિરીક્ષણ કરી રહ્યો હતો.
જો કે આ સમગ્ર ઘટના મુંબઈમાં રહેલી ટેકનિકલ ટીમ જાઈ રહી હતી. જેમણે તુરંત જ બકના મેનેજર કુલદિપભાઈ અશોકભાઈ ગર્ગ (રહે. દેવસૃષ્ટી બોડકદેવ) ને જાણ કરી હતી. ચોરીની ઘટના અંગે જાણ થતાં મેનેજર ચોંકી ગયા હતા. અને તુરત જ ૧૦૦ નંબર ડાયલ કરતાં પોલીસ પણ આંબાવાડી ખાતે ગણતરીની મીનિટોમાં પહોંચી ગઈ હતી. એ જ સમયે મેનેજર કુલદિપભાઈ પણ ત્યાં પહોંચી જતાં બહાર ઉભો રહેલો શખ્સ ભાગવા ગયો હતો.
જો કે તૈયારી સાથે આવેલી પોલીસે તેને ઝડપી લીધો હતો. જ્યારે બંધ એટીએમનું શટર ઉંચુ કરતા જ એટીએમ કાપી રહેલો શખ્સ પોલીસ જાઈ ચોંકી ઉઠ્યો હતો. તેને પણ ઝડપી લેવાયો હતો. આ ઘટનામાં એટીએમ મશીનને થોડું નુકશાન થયુ છે. જા કે ચોરીનો પ્રયત્ન સફળ ન થતાં બધાએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે બેંક મેનેજર કુલદિપસિંઘે ચોરો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. એેલિસબ્રિજ પોલીસે બંન્ને ચોરોને ઝડપીને અટીએમમાંથી ગેસ કાપવાનું કટર તથા અન્ય સાધનો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.