અમદાવાદમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરતાં અમરેલીના યુવકનું ગરબા રમતાં મોત

પ્રતિકાત્મક
લગ્ન પ્રસંગમાં દાંડીયા રમતાં-રમતાં યુવાનને આવ્યો હાર્ટ એટેક
(એજન્સી)અમરેલી, કહેવાય છે કે ને મોતનો કોઇ સમય નથી હોતા, જીવવું અને મરવું ઉપરવાળાના હાથમાં છે. આજે રાજ્યમાં વધુ એક હાર્ટ એટેકના કિસ્સાથી ચકચાર મચી ગઇ છે.
તાજા માહિતી પ્રમાણે, અમરેલીના રાજુલામાં ૨૪ વર્ષીય યુવાન લગ્ન પ્રસંગમાં દાંડી રમતા રમતા ઢળી પડ્યો અને તેનું હાર્ટ એટેકથી મોત નીપજ્યુ હતુ.
અમરેલી જિલ્લામાં વધુ એક હાર્ટ એટેકની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. આ વખતે પણ એક યુવાએ હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે.
રાજુલામાં એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો, આ દરમિયાન મહેમાનો દાંડીયા રાસ રમી રહ્યાં હતા. દાંડીયા રમતા રમતા ૨૪ વર્ષીય યુવાન અચાનક ઢળી પડ્યો હતો, જેનું હાર્ટ એટેકથી મોત થઇ ગયુ હતુ. માહિતી પ્રમાણે, મૃતક યુવાનનું નામ પાવન પટેલ છે અને અમદાવાદમાં એન્જિનીયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. અચાનક લગ્ન પ્રસંગમાં યુવાનનું મોત નીપજતાં પ્રસંગમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ.
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ. પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે.