7 ફૂટનો અજગર ગોધરાના દરૂણીય ગામે ઝાડી ઝાંખરામાં ઘુસી જતા અફડા તફડી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/11/17-11-Saap.jpg)
ગોધરા તાલુકાના દરુણીયા ગામેથી ૭ ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરા શહેર તેમજ આસપાસ ના ગ્રામ્ય વિસ્તારોમાં જળચર પ્રાણીઓ આવી જવાની ધટનાઓ દિન પ્રતિદિન બનતી રહે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે ગોધરા તાલુકાના દરુણીયા ગામે મેન રોડ ઉપર એક મહાકાય અજગર ઝાડી ઝાંખરામાં ઘુસી જતા અફડા તફડી મચી જવા પામી હતી.
આથી સ્થાનિક લોકોએ તાત્કાલિક નેચર હેલ્પ ફાઉન્ડેશન અને ફોરેસ્ટ વિભાગની ટીમને જાણ કરી હતી જેથી નેચર હેલ્પ ફાઉન્ડેશન અને ફોરેસ્ટ વિભાગની ટીમની સયુંકત ટીમે સાત ફૂટના મહાકાય અજગર નું રેસ્ક્યુ કરીને અને સલામત સ્થળે છોડી મુકવામા આવ્યો હતો. ગોધરા તાલુકાના દરુણીયા ગામે મેન રોડ ઉપર એક મહાકાય અજગર ઝાડી ઝાંખરામાં ઘુસી જતા અફડા તફડી મચી જવા પામી હતી.
આથી સ્થાનિક લોકોએ તાત્કાલિક નેચર હેલ્પ ફાઉન્ડેશન હેરી રાઠોડને ટેલિફોનીક જાણ કરી હતી આથી નેચર હેલ્પ ફાઉન્ડેશન હેરી રાઠોડ એ મયુર મકવાણા અને સામલી ફોરેસ્ટ વિભાગ ટીમે સાથે રાખીને ૭ ફુટના મહાકાય અજગરનો રેસ્ક્યું કરી સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો.