રશિયાનો ૨૦૦થી વધુ મિસાઇલ-ડ્રોન સાથે યુક્રેનમાં ભીષણ હુમલો
કીવ, રશિયાએ યુક્રેનના ઊર્જાક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવીને પ્રચંડ ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યાે હતો, જેમાં અનેક લોકો માર્યા ગયા છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનમાં મોટા પાયે હુમલો કરીને કુલ ૧૨૦ મિસાઈલ અને ૯૦ ડ્રોન છોડ્યા છે.
રશિયાના આ હુમલાને તાજેતરના મહિનાઓમાં યુક્રેન પરનો સૌથી ગંભીર હુમલો ગણાવામાં આવી રહ્યો છે. રશિયા શિયાળાની મોસમ પહેલા યુક્રેનની વીજ ઉત્પાદન ક્ષમતાને નષ્ટ કરવા માગે છે તેવી આશંકા વચ્ચે આ હુમલો અત્યંત ઘાતકી અને વ્યૂહાત્મક મનાય છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું હતું કે રશિયાએ યુક્રેનમાં મોટા પાયે હુમલો કરીને કુલ ૧૨૦ મિસાઈલ અને ૯૦ ડ્રોન છોડ્યા છે.ઝેલેન્સકીએ દાવો કર્યાે હતો કે હુમલામાં ઈરાન દ્વારા નિર્મિત શાહિદ તેમજ ક્રૂઝ , બેલેસ્ટિક અને એરક્રાફ્ટ દ્વારા લોન્ચ કરાયેલી બેલેસ્ટિક મિસાઈલો સહિત વિવિધ પ્રકારના ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ઝેલેન્સકીએ ટેલિગ્રામ પર શેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે યુક્રેનિયન સુરક્ષા દળોએ ૧૪૦ મિસાઇલો અને ડ્રોનને તોડી પાડ્યાં છે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે દુશ્મનનું લક્ષ્ય યુક્રેનમાં અમારું ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું.
માયકોલાઇવમાં ડ્રોન સ્ટ્રાઇકના પરિણામે બે લોકો મૃત્યુ પામ્યા હતાં જ્યારે બે બાળકો સહિત છ લોકો ઘાયલ થયા છે. રાજધાની કીવ શહેરના સૈન્ય પ્રશાસનના વડા સેરહી પોપકોના જણાવ્યા અનુસાર ડ્રોન અને મિસાઇલનો આ સંયુક્ત હુમલો ત્રણ મહિનામાં સૌથી ભીષણ મોટો હતો.SS1MS