Western Times News

Gujarati News

આઈસરમાં મમરાની આડમાં વિદેશી દારૂ લઈ જતાં ખેપીયાઓ ઝડપાયા

રૂ. ૩૯ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે આંતરરાજ્ય ખેપીયાઓ ઝડપાયા-મોરવા(હ) ના સંતરોડ ઓવર બ્રીજ પાસેથી આઈસરમાં મમરાની આડમાં વિદેશી દારૂ લઈ જવાતો હતો

(પ્રતિનિધિ) ગોધરા, મોરવા હડફ તાલુકાના સંતરોડ ઓવર બ્રીજ પાસેથી મમરાની આડમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે જે ચોક્કસ બાતમી એલસીબી શાખાની ટીમને મળી હતી. એલસીબી શાખા ની ટીમે બાતમીના આધારે મમરાની આડમાં લઈ જવા આવી રહેલા વિદેશી દારૂનો જથ્થા સાથે ચાર આંતર રાજય દારૂના ખેપીયાઓની અટકાયત કરી રૂ. ૩૯, ૧૧,૮૧૦/- ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજી બાજુ ગોધરા શહેરમાં પણ વિદેશી શરાબ નો વપેલો કરનાર બુટલેગરો બેફામ બન્યા છે. અને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે ત્યારે ગોધરા એલસીબી શાખાની ટીમ ગોધરા શહેરમાં આવી રીતે બિન્દાસ પણે વિદેશી દારૂની હોમ ડિલિવરી અને ખુલ્લેઆમ દારૂ વેચનાર બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તે માટે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે.

કારણકે ગોધરા શહેરના એક ચોક્કસ વિસ્તારમાં એક જ જગ્યા ઉપર વિદેશી દારૂનો ધંધો કરનાર બે બુટલેગરોથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે આવા બુટલેગરો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક બની ગયું છે.

પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં દારૂની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા માટે જરૂરી સુચના અને માર્ગદર્શન એલસીબી શાખાના પીઆઈ એન.એલ.દેસાઈ આપવમાં આવી હતી. જે સૂચનાના આધારે એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહીબીશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખવામાં આવી હતી.

ત્યારે એલસીબી શાખાના એ એસ આઈ દિગપાલસિંહ દશરથસિંહ ને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે, એક આઈસર ગાડી નં. એમ.એચ. ૧૮ બી.જી. ૭૦૦૯ માં મમરાની બેગોની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને જે આઇસર ગાડી સંતરોડ ઓવર બ્રીજના બમ્પ પાસે બગડેલ છે. અને આ આઇસર ગાડીનુ પાઇલોટીંગ કરનાર ઇન્ડીકા વીસ્ટા કાર નંબર એમ.એચ. ૧૭ એ.જે. ૧૯૪૬ નો ચાલક કેનની શોધખોળ કરી રહ્યા છે.

જે ચોક્કસ બાતમી આધારે એલસીબી પીએસઆઇ આર.એન.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે સંતરોડ ઓવરબ્રીજ પાસે ખાનગી વોચ રાખી તપાસ કરી બાતમી મુજબની આઈસર ગાડી સાથે ત્રણ ઇસમનો તથા પાઇલોટીંગ વાળી ઇન્ડીકા વીસ્ટા કાર સાથે પાઇલોટને પકડી પાડી આઈસર ગાડીમાં તપાસ કરતા

જેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. એલસીબી શાખાની ટીમે વિદેશી દારૂનો જથ્થા સાથે ચાર આંતર રાજય દારૂના ખેપીયાઓની અટકાયત કરી રૂ. ૩૯, ૧૧,૮૧૦/- ના મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પકડાયેલ આરોપીનુ નામ- (૧) શૈલેષ યશવંત ઠગેલે રહે. ૩૭૯ રૂકમણી નગર છોટા બાગડદા એરપોર્ટ રોડ ઇન્દોર તા.ઇન્દોર જી.ઇન્દોર રાજય મધ્યપ્રદેશ(૨) સંજય ગજાનંદ રાવ રહે. ૧૫૧ વૈશાલી નગર અન્નપુર્ણા મંદીર પાસે ઇન્દોર તા.ઇન્દોર જી.ઇન્દોર રાજય મધ્યપ્રદેશ (૩) અવતારસીંગ કરતારસીંગ યાદવ રહે. ૧૦૮ સી.એસ.-૧ સ્કીમ નં. ૭૮ વિજયનગર ઇન્દોર તા.ઇન્દોર જી.ઇન્દોર રાજય મધ્યપ્રદેશ

(૪) શરદ પ્રભાકર કેલકર રહે. એ-૫૧,એમ.આઈ. ડી.સી. શ્રીરામપુર તા, શ્રીરામપુર જી. અહેમદનગર રાજય મહારાષ્ટ્ર ઃ- સહ આરોપીઓનું નાસ- (૧)ઉગ્રસેન સીંગ રહે. એ-એચ.ડી.-૧૬ ન્યાયનગર બાપટ હોસ્પીટલ પાસે સુખલીયા ઇન્દોર(૨) રઉફ રહે. મધ્યપ્રદેશ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.