Western Times News

Gujarati News

ખાંડ સહકારી મંડળીઓ થકી ખેડૂતોને ગત વર્ષે રૂ. ૩૩૯૧ કરોડથી વધુની રકમ ચૂકવાઈ

File

Ø  ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ગત વર્ષ દરમિયાન ૪.૩૭ કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન

Ø  ગુજરાતમાં ખાંડ સહકારી મંડળીઓમાં અંદાજે ૪.૫૦ લાખ જેટલા ખેડૂતો સભાસદ

Ø  ગત વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં ગુજરાતમાં લગભગ ૮.૮૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન

Ø  ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ ૨૦ થી ૨૫ હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ ૫.૫૦ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે.

તા. ૧૪ થી ૨૦ નવેમ્બર દરમિયાન દેશભરમાં રાષ્ટ્રીય સહકાર સપ્તાહ‘ ઉજવાઈ રહ્યું છેત્યારે ખાંડ સહકારી મંડળીઓ થકી મંડળીઓના સભાસદોનું જીવન ઉચ્ચ ધોરણયુક્ત બન્યું છે. ગુજરાતના ખાંડ ઉદ્યોગમાં ખાંડ સહકારી સભાસદો મુખ્યત્વે નાનાસિમાંત અને આદિવાસી ખેડૂતો હોય છેજેની અંદાજિત સંખ્યા ૪.૫૦ લાખથી વધુ છે. ખાંડ સહકારી મંડળીઓ ભારતની સાથે અન્ય દેશોમાં પણ ખાંડની નિકાસ કરે છેજેનો સીધો લાભ શેરડી પકવતા ખેડૂતોને મળી રહ્યો છે.

રાજ્યમાં ગત વર્ષે એટલે કે વર્ષ ૨૦૨૩-૨૪માં લગભગ ૧.૪૭ લાખ હેક્ટર વિસ્તારમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતુંજેમાંથી હજારો મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને શેરડીના પોષણક્ષમ ભાવ ચૂકવે છે જે અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન પિલાણ સિઝનમાં રૂ. ૩૩૯૧.૬૦ કરોડ જેટલી માતબર રકમ શેરડી ઉગાડતા ખેડૂતોને ચૂકવવામાં આવી છે.

ખાંડ સહકારી મંડળીઓ ખેડૂતોને જ નહિ પરંતુ અંદાજે ૨૦ થી ૨૫ હજાર જેટલા કામદારોને કાયમી રોજગારી તેમજ પિલાણ સિઝન દરમિયાન લગભગ ૫.૫૦ લાખ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પણ પૂરી પાડે છે. લગભગ રૂ. ૪,૦૦૦ કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતો ગુજરાતનો સહકારી ખાંડ ઉદ્યોગ વિવિધ વેરાના રૂપે રાજય તેમજ કેન્દ્ર  સરકારની તિજોરીમાં માતબર રકમ જમા કરવી પોતાનું યોગદાન આપે છે.

ગુજરાતમાં હાલમાં ૧૫ સહકારી ખાંડના કારખાના કાર્યરત છે. જેની દૈનિક પિલાણ ક્ષમતા અંદાજિત ૬૬,૮૦૦ મે.ટન જેટલી છે. ખાંડ સહકારી મંડળીઓ દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ દરમિયાન પિલાણ સિઝનમાં લગભગ ૮૫.૭૪ લાખ મે.ટન શેરડીનું પિલાણ કરી ૧૦.૩૫ ટકા રીકવરી સાથે ૮.૮૭ લાખ મે.ટન ખાંડનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. રાજ્યની ખાંડ સહકારી મંડળીઓ પૈકી ૯ ખાંડ સહકારી મંડળીઓ પાસે ડિસ્ટીલરી પ્લાન્ટ પણ છેજેની રેકટીફાઇડ સ્પીરીટની ઉત્પાદન ક્ષમતા ૩પ૬ કિલોલીટર દૈનિક તથા ઇથેનોલની ઉત્પાદન ક્ષમતા ર૯૦ કિલોલીટર દૈનિકની છે.

ખાંડ સહકારી મંડળીઓ દ્વારા ખાંડના ઉત્પાદનની સાથે સાથે ઇથેનોલનું ઉત્પાદન વધુ થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં પેટ્રોલ સાથે ઈંધણ ગ્રેડ ઈથેનોલનું ૨૦ ટકા મિશ્રણ હાંસલ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જે અંતર્ગત મોલાસીસ આધારિત ડિસ્ટીલરીઓની ઈથેનોલ ઉત્પાદન ક્ષમતા વધારવા નર્મદા સુગર તથા ગણદેવી સુગર દ્વારા એક્ષપાન્શન પ્રોજેક્ટો પણ હાથ ધરવામાં આવ્યા છે.

સહકારી ખાંડના કારખાનાઓ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ૪.૩૭ કરોડ લીટર ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજયમાં આવેલી નર્મદા સુગર ફેક્ટરી સલ્ફરલેસ રીફાઈન્ડ સુગર બનાવતી સહકારી સંસ્થા છેજે સ્પેન્ટવોશમાંથી ઓર્ગેનિક પોટાશ ખાતર પણ બનાવે છે. આ ઉપરાંત નર્મદા સુગર દ્વારા ૩૦ મેગવોટનો તથા બારડોલી સુગર દ્વારા ૨૧ મેગાવોટ જનરેશન પ્લાન્ટની સ્થાપના અંગેના પ્રોજેક્ટ્સ પણ હાથ ધરવામાં
આવ્યા છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ વર્ષ ૨૦૨૧ માં અલગથી સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ મંત્રાલયના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રે અનેક પરિવર્તન જોવા મળી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપ રાજ્ય સરકાર દ્વારા સહકારી ખાંડક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

જે અંતર્ગત ખાંડ સહકારી મંડળીઓમાં આધુનિકરણઅપગ્રેડેશનવૈવિધ્યકરણના હેતુ માટે ટીસ્યુ કલ્ચર લેબઓર્ગેનિક ખાતરનું ઉત્પાદનમોલાસીસ બેઝ ડીસ્ટીલરીટર્બાઇનના બદલે ઇલેક્ટ્રીસીટી મોટરનંટ ઈન્સ્ટોલેશનસ્ટીમ ઈકોનોમી પ્રોજેક્ટઓટોમાઇઝેશનઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવા પ્રોજેક્ટ તેમજ સંગ્રહ વ્યવસ્થામાં સુધારો
કરી શકાશે.

આ ઉપરાંત ચાલુ વર્ષ ર૦ર૪-રપ દરમિયાન ખાંડ સહકારી મંડળીઓને લાંબાગાળાની લોન સામે વ્યાજ રાહત આપવાની યોજનાનવા સ્થપાતા ખાંડ સહકારી કારખાનાને પ્રોજેક્ટ ખર્ચના ૩૦ ટકા સુધી રાજય સરકાર દ્વારા શેર ફાળો આપવાની યોજના જેવી વિવિધ યોજના હેઠળ સામાન્ય વિસ્તાર માટે રૂ. ૩.૨૫ કરોડ તેમજ આદિજાતિ વિસ્તાર માટે રૂ. ૪.૬૧ કરોડ એમ કુલ રૂ. ૭.૮૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

આમકેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂતલક્ષી અભિગમના પરિણામે રાજયના સહકારી ખાંડ ઉદ્યોગોનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. જેથી આ ખાંડ ઉદ્યોગો સાથે સંકળાયેલા શેરડી ઉત્પાદક ખેડૂત સભાસદો અને તેમના કુટુંબના સભ્યોના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં સવિશેષ વધારો જોવા મળી રહ્યો છેતેમ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓની યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.