Western Times News

Gujarati News

હિંમતનગર તાલુકાના ઈલોલમાં ૯ બકરાના શિકાર થતા વન વિભાગ એલર્ટ

પ્રતિકાત્મક

હિંમતનગરના ઈલોલમાં વન વિભાગે રાત્રે પેટ્રોલિંગ કર્યું, ખેતરમાં જાળ લગાવી, ફૂટ માર્ક્‌સ મળ્યા

હિંમતનગર,સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઈલોલમાં ર૦ દિવસમાં બે અલગ અલગ સ્થળે ૯ બકરાના શિકાર થવાને લઈને મોત થયા છે. જેને લઈ વન વિભાગની ટીમે રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કર્યું હતું. બીજી તરફ ખેતરમાં જાળ લગાવવામાં આવી છે અને ફૂટ માર્ક્સ પણ મળ્યા છે. તો વળતર માટેની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે ઈલોલમાં છેલ્લા બે દિવસથી રાત્રિ દરમિયાન વન્ય પ્રાણી દ્વારા વાડામાં રાખેલ બકરાઓનું મારણ કરાયું છે. ર૩ ઓકટોબરની રાત્રે જાફરઅલી વાઘના મકાન આગળ બાંધેલા બકરાને વન્યપ્રાણીએ હુમલો કરી મારણ કર્યું હતું અને ત્યાર બાદ ૧૩ નવેમ્બરની રાત્રે અશરફ વલીભાઈ દાંત્રોલિયાના ત્રણ બકરાઓનું આ જ રીતે મારણ કરાયું હતું.

એક સ્થળ પર એક દિવસ બાદ ફરી બીજીવાર અનવરઅલી વાઘના ફાર્મ પર બાંધેલી ચાર બકરીઓનું મારણ કરેલી હાલતમાં જોવા મળવાને લઈને વન વિભાગને લેખિત જાણ કરતા વન વિભાગે સ્થળ પર પહોંચીને ૯ બકરાના મોત મામલે વેટરનરી તબીબ પાસે પીએમ કરાવીને વળતર માટેની કાર્યવાહી કરી હતી.

આ અંગે હિંમતનગરના જામળાના રાઉન્ડ ફોરેસ્ટર કનુભાઈ પરમારે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હિંમતનગર રાઉન્ડ ફોરેસ્ટ એ.બી.જોશી અને જામળાની ટીમ ઈલોલમાં બે સ્થળે ૯ બકરાના શિકાર થવાને લઈને મોત થતા સ્થળ પર પહોંચીને પીએમ અને વળતરની કામગીરી કર્યા બાદ શનિવારે રાત્રે ટીમ સાથે વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

જયાં પ્રથમ હુમલો કર્યો હતો તેની આસપાસ તપાસ કરવામાં આવી હતી. તો નજીકમાં ફૂટ માર્ક્‌સ પણ મળ્યા હતા. બીજી તરફ ખેતર તરફથી આવવાની ભાળ મળવાને લઈને ખેતરમાં જાળ લગાવવામાં આવી છે અને રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરાયું હતું જે કામગીરી ચાલુ જ રહેશે. જે હુમલાખોર પ્રાણી છે તેને ટ્રેક કરી પકડવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.