સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં છેલ્લા ચાર દિવસમાં આઠ લાખ લોકો ઉમટ્યા
સિદ્ધપુર, સિદ્ધપુર કાર્તિકી પૂર્ણિમાના મેળામાં ચોથા દિવસે અંદાજિત ૨ લાખ લોકો ઉમટ્યા હતા. જયારે રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો. જેમાં મેળામાં આવતા યાત્રિકોએ તેનો આનંદ માણ્યો હતો.
જોકે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં છેલ્લા ચાર દિવસમાં અંદાજીત ૮ લાખ ઉમટ્યા હતા. સિદ્ધપુર સરસ્વતી નદી પટમાં ભરાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાનો વિધિવત પ્રારંભ તા.૧૪ નવેમ્બરથી થયો હતો. રવિવારે ચોથા દિવસે કાત્યોકનો મેળો મધ્યાંતરે આવી પહોંચ્યો છે.
ત્યારે મેળામાં દિવસ અને રાત્રી દરમિયાન અંદાજિત બે લાખ કરતા વધુ લોકો ઉમટ્યા હતા. ત્યારે ગુરુવારથી શરૂ થયેલા મેળામાં યાત્રિકોનો પ્રવાહ અવિરત રહેતાં છેલ્લા ચાર દિવસમાં અંદાજિત આઠ લોકોએ મેળો મહાલ્યો હતો. જ્યારે મેળા અંતર્ગત સરસ્વતી નદીમાં રમત ગમ્મત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા બે દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.SS1MS