Western Times News

Gujarati News

નલિયાની સાથે રાજ્યનું પાટનગર સૌથી ઠંડુ શહેર

ગાંધીનગર, ગાંધીનગર શહેર અને જિલ્લામાં દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ વાતાવરણમાં પલટો આવતા થોડા દિવસ અગાઉ ઠંડી મોસમનો માહોલ જામ્યો હતો.તો બીજી તરફ હવામાનમાં પલટો આવતા ઠંડીએ વિરામ લેતા તાપમાનના પારામાં વધારો થવા પામ્યો હતો.

ત્યારે બે દિવસથી રાજ્યનું સૌથી ઠંડુ શહેર પાટનગર બન્યું હોય તે પ્રકારે તાપમાનનો પારો ગગડી રહ્યો છે. સોમવારે લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીએ પહોંચ્યું છે. ભેજના પ્રમાણમાં વધઘટ નોંધાવવાના કારણે હાલમાં નગરજનોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવતા ઠંડીની મોસમ જામી હોય તેવું અનુભવવા મળી રહ્યું છે.લઘુતમ તાપમાનના પારામાં ઘટાડો થઈ જવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે તાપમાનના પારામાં પણ ઘટાડો નોંધાયો હતો.

ત્યારે થોડા દિવસ અગાઉ હવામાનમાં ફેરબદલ થવાની સાથે સાથે ઠંડીએ વિરામ લેતા તાપમાનના પારામાં વધારો નોંધાયો હતો.તો બીજી તરફ તાપમાનના પારામાં ઘટાડો થવાના કારણે બદલાયેલા હવામાનથી ઠંડી આકરી બની રહી છે.

સોમવારે સવારનું તાપમાન ૧૬ ડિગ્રી આવીને અટક્યું છે. તો સાંજનું ૩૩ ડિગ્રીએ નોંધાયું છે.તો બીજી તરફ ભેજના પ્રમાણમાં પણ વધારો- ઘટાડો થવાના કારણે નગરજનોને રાત્રિના સમયે ઠંડીનો સામનો કરવો પડે છે.

લઘુત્તમ તાપમાનના પારામાં ઘટાડો થવાના કારણે થોડા દિવસના વિરામ બાદ ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે.દિવસ અને રાત્રિના તાપમાનમાં ૧૭ ડીગ્રીનો તફાવત નોંધાવવા છતાં હાલમાં પાટનગરવાસીઓ ઠંડીની મોસમનો સામનો કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડી વધશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.