Western Times News

Gujarati News

કારેલીબાગ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીઓ સસ્પેન્ડ

નવી દિલ્હી, વડોદરા ભાજપના નેતા રમેશ પરમાર ઉર્ફે રાજાનાં પુત્ર તપનની હત્યા મામલો કારેલીબાગ પોલીસનાં બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ પર બેદરકારીને પગલે શહેર પોલીસ કમિશ્નર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે.

આરોપી બાબરને SSG હાસ્પિટલ લઇને આવ્યા બાદ ફરજ પર બેદરકારી રાખવામાં આવી હતી.વડોદરામાંથી નજીવી બાબતમાં યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. આ ઘટનામાં કુખ્યાત બાબરને પણ ઈજા પહોંચી હતી ત્યારે તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના સાંભળીને પૂર્વ કોર્પાેરેટરનો પુત્ર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો.

ત્યાં પૂર્વ કોર્પાેરેટરના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત સ્થિતિમાં યુવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, પરંતુ સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું હતું.

આ યુવાનની ઓળખ તપન પરમાર તરીકે થઈ છે, જે ભાજપના પૂર્વ કોર્પાેરેટર રમેશ પરમાર પુત્ર હતો. તપન પરમારના બે મહિના પછી લગ્ન થવાના હતા. પુત્રના અકાળે મોત બાદ પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો.

ભાજપના પૂર્વ કોર્પાેરેટર રમેશ રાજાએ જણાવ્યું હતું કે, ‘નાગરવાડા મેહેતા વાડીમાં ઝઘડો થયો હતો તે બાદ સરકારી સ્કૂલ પાસે ઝઘડો થતા વિક્રમ અને ભયલુને ગંભીર ઈજા થઈ હતી તે બંનેને સારવાર માટે હું અને મારો પુત્ર સહિત સ્થાનિક યુવકો સયાજી હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા.

બંનેની સારવાર ચાલુ કર્યા બાદ તેના માતા-પિતાને મળ્યો હતો અને મારા દીકરાને કહ્યું હતું કે આ બંને યુવકની સારવાર થાય તે પછી તું ઘરે આવી જજે તેમ કહી ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન જ અચાનક એક યુવક મને ઘરે બોલાવવા માટે આવ્યો અને સયાજી હોસ્પિટલ પાછા આવવા જણાવ્યું હતું. જેથી હું સયાજી હોસ્પિટલ પહોંચ્યો જ્યાં મને મારા દીકરા પર બાબર પઠાણ નામના યુવકે તલવારથી હુમલો કરીને મારી નાખ્યો હોવાની જાણકારી મળી હતી.

રમેશ રાજાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, પોલીસની હાજરીમાં બાબર પઠાણને સયાજી હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. આ દરમિયાન તેના હાથમાં કઈ રીતે તલવાર આવી તે પણ એક તપાસનો વિષય છે, આ સમગ્ર ઘટનાની તપાસ કરી જવાબદાર ગુનેગારોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી. આ લઘુમતી કોમના યુવક બાબર પઠાણ માથાભારે વ્યક્તિ છે તેની સામે અનેક ગુનાઓ નોંધાયા છે અને પાસામાં પણ જઈ આવ્યો છે.’SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.