કાર્તિક અને વિદ્યાની હોરર કોમેડીની દર્શકોએ વધારે રાહ જોવી પડશે
મુંબઈ, દિવાળી પર ૧ નવેમ્બરે ‘સિંઘમ અગેઇન’ની સાથે થિએટરમાં ‘ભુલભુલૈયા ૩’ રિલીઝ થઈ હતી. કાર્તિક આર્યન, વિદ્યા બાલન, તૃપ્તિ ડિમરી અને માધુરી દિક્ષિતની આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. છતાં બોક્સ ઓફિસ પર ફિલ્મને અત્યાર સુધીમાં ભારતમાં લગભગ ૧૮૩ કરોડ જેટલી અને વર્લ્ડ વાઇડ ૨૬૨ કરોડની કમાણી થઈ ચૂકી છે.
પરંતુ હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે આ ફિલ્મની ઓટીટી પર આવવાની રાહ જોઇને બેઠેલા દર્શકોને થોડી વધુ રાહ જોવી પડશે. સામાન્ય રીતે થિએટરમાં રિલીઝ થયાના સાત કે આઠ અઠવાડિયા પછી ફિલ્મ ઓટીટી પર રિલીઝ થઈ શકે છે.
પરંતુ કેટલાંક અહેવાલો મુજબ અનીસ બાઝમીની આ ફિલ્મ જાન્યુઆરી ૨૦૨૫ પહેલાં ડિજીટલ પ્લેટફર્મ પર જોવા મળશે નહીં. ફિલ્મ દિવાળીના તહેવારો પર રિલીઝ થઈ પછી પહેલાં જ અઠવાડિયે ૧૫૦ કરોડની કમાણી કરી લીધી હતી. સામે સિંઘમ અગેઇન પણ ધૂમ મચાવી રહી હતી, છતાં આ ફિલ્મે સારું પ્રદર્શન કર્યું હતું.
હાલ આ ફિલ્મે સૌથી વધુ કામાણીમાં વર્ષ ૨૦૨૪ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં ચોથું સ્થાન મેળવી લીધું છે. આ દર્શાવે છે કે લોકોને ફિલ્મના કલાકારો અને તેમના કૌશલ્યમાં વિશ્વાસ બેઠો છે અને લોકો હજુ ફિલ્મ જોવા જઈ રહ્યા છે.
તેથી હજુ થિએટરથી વધુ કમાણીની શક્યતાઓ છે. તેથી હજુ મેકર્સ તેને ઓટીટી પર રિલીઝ કરીને કોઈ ઉતાવળ કરવા માગતા નથી. તેથી આ ઇન્તઝાર થોડા વધુ લંબાવાની શક્યતા છે.SS1MS