Western Times News

Gujarati News

18 વર્ષથી નાની યુવતી અને 21 વર્ષથી નાના યુવકના લગ્‍ન ફોજદારી ગુનો બને છે

મિત્રો જો જો કયાંય બાળલગ્‍ન ન થાય

૧૮ વર્ષથી નીચેની યુવતી અને ર૧ વર્ષથી નીચેના યુવકના લગ્‍ન કરાવવા, કરવા કે લગ્‍ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્‍ન પ્રતિબંઘક અઘિનિયમ – ર૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. જો આવા લગ્‍ન કરાવવામાં આવે તો વર-કન્‍યાના માતા-પિતા, વર અને કન્‍યામાંથી જે પુખ્‍ત વયનું હોય તે ગોર મહારાજ, મંડ૫ વાળા, ડી.જે. વાળા, લગ્‍નમાં સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે.

આ કાયદાનો ભંગ કરવા બદલ એક લાખ રૂપિયા સુઘીનો દંડ અને ર વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે. જો આવા લગ્‍ન થતા હોય અને લગ્‍ન થતા ૫હેલા જાણ કરવામાં આવે તો આવા લગ્‍ન અટકાવવામાં આવે છે અને જો લગ્‍ન થઇ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરીયાદ દાખલ કરવામાં આવે છે. જેથી સમાજના કોઇ ૫ણ વ્‍યકિતએ આ પ્રકારના લગ્‍ન કરાવવા કે કરવા નહીં. જો કોઇ બાળલગ્‍ન થવાના હોય તો તેની જાણ નીચેના નંબરો ૫ર કરવા વિનંતી.

તેમજ તેની જાણ નજીકના પોલીસ સ્‍ટેશને (૧૦૦) અથવા બાળલગ્‍ન પ્રતિબંઘક અઘિકારી સહ સમાજ સુરક્ષા અઘિકારી શ્રી રાજેશ દેસાઇ મો.નં.૯૪૨૮૨ ૯૩૦૭૫, ચીફ પ્રોબેશન ઓફિસર શ્રી એલ. જી. ભરવાડ મો.નં.૯૭૨૪૧ ૪૨૫૦૩, સરનામુ : રૂમ નં.૧૩, બ્‍લોક-સી, સરદાર ૫ટેલ ભવન, નડિયાદ, જિ.ખેડાને ફોન નંબર : ૦ર૬૮-ર૫૫૦૬૪૦, ચાઇલ્‍ડ લાઇન-૧૦૯૮, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એમ. આર. ૫ટેલ, મો.નં.૯૪૨૬૮ ૬૮૦૨૭,

કાનૂની સહ પ્રોબેશન અધિકરી શ્રી કિર્તીબેન પી. જોષી, મો.નં.૯૯૨૪૬ ૯૮૬૨૫, સુરક્ષા અધિકારી –બિન સંસ્થાકીય અધિકારી શ્રી કૃણાલ એ. વાઘેલા, મો.નં.૮૮૬૬૪ ૯૯૦૦૨ જિલ્‍લા બાળ સુરક્ષા એકમની કચેરી, રૂમ નં.૨૦, બ્‍લોક-સી, સરદાર પટેલ ભવન, મીલ રોડ, નડિયાદ, ફોન નં.૦ર૬૮-ર૫૬૩૦૭૭ ઉ૫ર જાણ કરવા વિનંતી છે. હાલમાં લગ્‍નની સીઝન ચાલુ થયેલ હોય,

ઘણા બઘા સમાજમાં સમુહ લગ્‍નના આયોજન થઇ રહયા છે ત્‍યારે સમુહ લગ્‍નના આયોજકોએ સમુહ લગ્‍નમાં જોડાનાર દરેક વરઘોડીયાના જન્‍મ તારીખના દાખલાની ચકાસણી કરી અને કાયદા મુજબ પાત્રતા ઘરાવતા હોય તેવા છોકરા- છોકરીઓના જ લગ્‍ન કરવા વિનંતી છે.

કોઇ ૫ણ બાળલગ્‍ન ન થાય તે જોવા સમગ્ર સમાજ અને સમાજના આગેવાનોને બાળલગ્‍ન પ્રતિબંઘક અઘિકારીશ્રી, નડિયાદ, જિ.ખેડા દ્વારા જણાવવામાં આવ્‍યુ છે. ઉ૫રોકત સરનામે બાળલગ્‍નની જાણ કરનારની ઓળખ ગુપ્‍ત રાખવામાં આવે છે. જેની તમામ જાગૃત જનતાએ નોંઘ લેવા વિનંતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.