Western Times News

Gujarati News

સરકારી ઉંદરોનું કારસ્તાનઃ 69 હજાર કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું નથી

રાશનનું રૂ.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોંચતું જ નથી -સરકારી ઉંદરડાઓથી લઈ ખાનગી ક્ષેત્રની મિલો ‘મોટા લાભાર્થી’ હોવાના સંકેત –ચોકાવનારો સર્વેઃ ફુડ કોર્પોરેશનના ગોડાઉનથી રેશન દુકાન સુધી પહોંચવાના માર્ગમાંજ ‘પગ’ કરી જાય છે

સરકારી ગોડાઉનથી રેશનની દુકાન સુધી પહોંચતા સુધી અનાજ ગાયબ થઈ જાય છે

(એજન્સી)નવીદિલ્હી, દેશમાં ૮૦ કરોડ લોકોને મફત અનાજ યોજના ઉપરાંત જાહેર વિતરણ વ્યવસ્થા મારફત નિયમીત રીતે વિવિધ અનાજ આપવામાં આવે છે. જેમાં લીકેજ એટલે કે કાળાબજારમાં ધકેલાઈ જતા અનાજઅને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ગોડાઉનમાં પણ હજારો ટન અનાજ સડી જાય છે.

તેમાં હાલમાં જ એક ઈકોનોમીક થીક ટેન્ક દ્વારા આપવામાં આવેલ તારણ મુજબ સરકારી વિતરણનું ર૮% અનાજ એટલે કે રૂ.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોચચું જ નથી.

હાઉસ હોલ્ડ કન્ઝય્મરપશન એકસપેન્ડીચર સર્વેના ડેટા અને ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દર મહીને જે ડેટા રીલીઝ કરે છે. તેના અભ્યાસ પરથી ઓગષ્ટ ર૦રરથી જુલાઈ ર૦ર૩ વચ્ચે એ તારણે અપાયું છે કે ર કરોડ ટન ઘઉં-ચોખા લાભાર્થી સુધી પહોચ્યા જ ન હતા. આ એક મોટું રાષ્ટ્રીય નુકશાન છે અને તે અનાજે ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડીયાના ગોડાઉનમાંથી નીકળે છે. તે કયાં જાય છે. તે પ્રશ્ન્નો જવાબ મેળવવા કોશીશ કરવામાં આવી હતી.

આઈસીઆરઈઈઆરના ઈન્ફોસીસ ચેરપર્સન અશોક ગુલાટીના જણાવ્યા મુજબ આ એક મોટો આર્થિક બોજો છે અને તેનાથી સરકારી તિજોરીને મોટું નુકશાન થાય છે. જોકે અગાઉ ર૦૧૧/૧ર આ લીકેજ એટલે કે બગાડ-૪૬% આસપાસ હતો તે ઘટાડવામાં સફળતા મળી છે. છતાં પણ ર૮% બગાડ કે ખરેખર જરૂરીયાતમંદ સુધી ન પહોચે તે એક મોટો મુદોછે.

સરકાર ટેકાના ઉંચા ભાવે આ અનાજ ખરીદે છે. અને જરૂરીયાતમંદ વર્ગને મફત અથવા સાવ નીચા ભાવે તે પુરુ પાડે છે. સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં ડીજીટલ ટેકનોલોજી અપનાવી અને જોબ ઈમ્વેસન સહીતના ઉપાયો કર્યા છતા પણ રૂ.૬૯૦૦૦ કરોડનું અનાજ ગરીબો સુધી પહોચતું નથી. જો કે રસપ્રદ બાબત એ છેકે આ પ્રકારે જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો બગાડ અટકાવવા છે.

પશ્ચિમ બંગાળ બિહાર એમોટી સફળતા મેળવે છે. મહારાષ્ટ્રમાં આ બગાડનું પ્રમાણ ૬૮.૭% માંથી મહીને ૧૯.ર% પહોચ્યું છે. પશ્ચિમ બંગાળમાં તો ૬૯.૪% હતો હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં પણ લીકેજનું પ્રમાણ ઉચું રહયું છે. જે રાજયોએ આધાર-રાશનકાર્ડ લીક કરાવવામાં સફળતા મેળવી છે. અને જેઓએ ડિસ્ટ્રીબ્યુશન સીસ્ટમમાં પણ સુધારા થયા છે.ત્યાં આ બગાડ અટકયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.