Western Times News

Gujarati News

પારડી રેપ વિથ મર્ડરની ઘટનાની બાતમી આપનારને 51 હજારના ઈનામની જાહેરાત

પારડી – મોતીવાડા રેપ મર્ડર ઘટના સ્થળની મુલાકાત લેતા રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહ

(પ્રતિનિધિ) પારડી, વલસાડ જિલ્લાના પારડીના મોતીવાડા ખાતે ઘટેલી રેપ વિથ મર્ડરની ગંભીર ઘટનાને પાંચ-પાંચ દિવસ થઈ ગયા હોવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર છે. ત્યારે સંયમ રાખીને બેસેલા નાગરિકોમાં ધીમે ધીમે આક્રોશ વધી રહ્યો હોય વલસાડ પોલીસે પણ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે.

ચારેકોર આ ઘટનાની ચર્ચાની ગંભીરતાને ધ્યાનમાં રાખી, રેન્જ આઈ.જી. પ્રેમવીરસિંહ પારડી ખાતે પહોંચ્યા હતા અને ઘટના સ્થળની અને પરિવારજનોની મુલાકાત લીધી હતી.

આઈ.જી.એ વલસાડ પોલીસની તપાસની દિશા અને પ્રગતિની સમીક્ષા કરી આરોપીને ઝડપવા માટે દરેક શક્ય પ્રયાસ કરવાનો આગ્રહ રાખ્યો હતો. અને વલસાડ પોલીસને વધુ અસરકારક પગલાં લેવા અને તપાસને વધુ સુસંગત બનાવવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

વલસાડ પોલીસે પણ અત્યાર સુધીના પગલાંઓ વિશે માહિતી આપી અને હવે પછીની દિશાઓ દર્શાવી હતી. આ સાથે જ નાગરિકોને ન્યાય મળે તે માટે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. પારડી તાલુકાના મોતીવાડા ગામની આદિવાસી ૧૯ વર્ષીય યુવતી સાથે બળાત્કાર કરી એની હત્યા કરી ગામમાં જ નાખી જનાર ઈસમોની જે કોઈ વ્યક્તિ જાણકારી આપશે.

એને મોતીવાડા ગ્રામ પંચાયતના સરપંચ તરફથી રૂપિયા ૫૧ હજારનો ઈનામ જાહેર કરવામાં આવ્યું છે મોતીવાડા સ્કૂલ ફળિયામાં રહેતી ૧૯ વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેની હત્યા કરી મોતીવાડા ગામમાં જ કોઈ અજાણ્યા ઈસમો મુસ્કાનબેનને નાખી ગયા હતા અને ગણતરીના સમયમાં જ યુવતીનું મૃત્યુ થયું હતું.

આ સમગ્ર બાબત અંગે જિલ્લા પોલીસ સહિત પારડી પોલીસ ત્રણ ચાર દિવસથી સતત તપાસ કરી રહી છે તો આ પંથકમાં આ ઘટનાને લઇ અત્યંત ફિટકાર લોકો વરસાવી રહ્યા છે. કોઈની પણ દીકરી સાથે આવું કૃત્ય કરનારને મોતની સજા આપવા જોઈએ અને એને શોધી કાઢવા જોઈએ એવી જાહેર જનતામાં ચર્ચા છે તો ગ્રામજનોમાં અત્યંત શોખ છવાઈ ગયો છે

ગ્રામ પંચાયતના સરપંચ જયસુખભાઈ પટેલ, ઉપસરપંચ જીતુભાઈ આહીર સહિત ગ્રામ પંચાયતના સભ્યો આ ઘટનાને લઇ અત્યંત ગંભીર બન્યા છે અને સરપંચ જયસુખભાઈ પટેલ અને જીતુભાઈ આહીર જણાવ્યા મુજબ ગામની દીકરીના હત્યા કરનાર વ્યક્તિને શોધી કાઢનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને એને ગ્રામ પંચાયતના સરપંચ જયસુખભાઈ તરફથી રૂપિયા ૫૧ હજારનું ઈનામ આપવામાં આવશે

આ બાબતે પારડી પીઆઇ જીઆર ગઢવી સાથે થયેલ વાત મુજબ તેઓએ જણાવ્યું છે કે પોલીસ સતત ૨૪ કલાક સંકલનમાં રહીને જિલ્લા પોલીસ સાથે તપાસ કરી રહી છે અને આરોપીઓ જલ્દી પકડાય એ માટેના પ્રયત્ન થઈ રહ્યા છે તો જિલ્લા પોલીસ છેલ્લા ત્રણ ચાર દિવસથી મોતીવાડા ગામ સહિત આજુબાજુના વિસ્તારોમાં ગુનેગારોને શોધવા માટે રાત-દિવસ એક મહેનત કરી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.