મહારાષ્ટ્ર અને ઝારખંડ રાજ્યની વિધાનસભા માટે મતદાન શરૂ
મુંબઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અગ્રણી નેતાઓના આક્રમક પ્રચાર પછી આજે મહારાષ્ટ્ર વિધાનસભાની તમામ ૨૮૮ બેઠકો તેમજ ઝારખંડની બીજા તબક્કાની ૩૮ બેઠકો માટે મતદાન શરૂ ગયું છે.
ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સત્તા ટકાવી રાખવા તમામ પ્રયાસો કરી રહી છે ત્યારે કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ) અને એનસીપી (શરદ પવાર)ની મહાવિકાસ અઘાડી સત્તા મેળવવા સક્રિય છે. બન્ને રાજ્યોમાં મતગણતરી ૨૩મીએ થશે.મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૮૮ બેઠક માટે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું, જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે.
ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર ૨૩ નવેમ્બરે મતગણતરી પછી ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. તમામ પક્ષોએ મતદારોને રીઝવવા જોરદાર ચૂંટણી પ્રચાર કર્યાે હતો. જેમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, યોગી આદિત્યનાથ તેમજ ઘણા કેન્દ્રીય મંત્રીઓએ સંખ્યાબંધ ચૂંટણી સભાઓ સંબોધી હતી.
ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડી ગઠબંધન ઝારખંડમાં સત્તા જાળવી રાખવાનો તો ભાજપની આગેવાનીવાળી એનડીએ તેને જીતવાનો પ્રયાસ કરશે.
આ તબક્કો ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન, તેમની પત્ની કલ્પના સોરેન (બંને જેએમએમ) અને વિપક્ષના નેતા અમર કુમાર બૌરી (ભાજપ) ઉપરાંત કુલ ૮૧ વિધાનસભા બેઠકોમાંથી ૩૮ બેઠકો પર ચૂંટણી લડી રહેલા ૫૦૦થી વધુ અન્ય ઉમેદવારોનું ચૂંટણી ભાવિ નક્કી કરશે.
મહારાષ્ટ્રમાં ભાજપને મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપીનું ગઠબંધન મહાયુતિને સત્તા જાળવી રાખવા માટે મહિલાઓ માટેની લોકપ્રિય ‘માઝી લાડકી બહિન’ યોજના પર ભરોસો છે.
ઉપરાંત, ભાજપના ‘બટેંગે તો કટેંગે’ અને ‘એક હૈ તો સેફ હૈ’ નારાને કારણે વિરોધ પક્ષોએ મહાયુતિ પર ધર્મના આધારે મતોના ધ્›વીકરણનો આરોપ મૂક્યો હતો. મહાવિકાસ અઘાડીએ શાસક ગઠબંધનના પ્રચાર સામે જાતિ આધારિત વસતી ગણતરી, સામાજિક ન્યાય અને બંધારણની સુરક્ષા જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ભાજપે સોમવારે ચૂંટણી પહેલાં મહાવિકાસ અઘાડી પર હુમલો કરતું નવું એડ્ કેમ્પેન લોન્ચ કર્યું હતું. જેમાં કોંગ્રેસને મત નહીં આપવા વિનંતી કરવામાં આવી હતી. એડ્.માં ૨૬/૧૧ આતંકવાદી હુમલો, પાલઘરમાં સાધુઓની હત્યા સહિત ભૂતકાળની ઘટનાઓને યાદ કરવામાં આવી હતી. મહાયુતિમાં ભાજપ ૧૪૯ બેઠક પર ચૂંટણી લડી રહ્યું છે.SS1MS