ચીનમાં દંપતિને અશ્વેત બાળક જન્મતાં લગ્ન ભંગાણને આરે
બીજિંગ, નવજાત શિશુનો રંગ કાળો હોવાને કારણે ચીનના એક કપલના લગ્ન તૂટવાના આરે આવી ગયા છે. રિપોર્ટ અનુસાર, જ્યારે બાળકના પિતાએ તેના બાળકની કાળી ત્વચા જોઈ ત્યારે તેણે પોતાની પત્ની પર શંકા વ્યક્ત કરી હતી. પતિએ પત્ની પરની શંકાને લઈને પિતૃત્વ પરીક્ષણની માંગ કરી છે. આ બાબતની માહિતી શાંઘાઈની રહેવાસી ૩૦ વર્ષની મહિલાએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
મહિલાએ સી-સેક્શન દ્વારા બાળકને જન્મ આપ્યો હતો. પરંતુ, જ્યારે તેઓએ તેમના બાળકની ચામડીનો રંગ જોયો, ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.પહેલીવાર બાળકને જોયા બાદ પતિને શંકા ગઈ અને તેણે માસૂમ બાળકને પોતાના હાથમાં લેવાની પણ ના પાડી દીધી હતી.
બાળકનો કાળો રંગ જોઈને તે ચોંકી ગયો હતો. મહિલા પણ આ બાબતને લઈને પરેશાન છે અને આ કેવી રીતે થયું તે તેની સમજની બહાર છે. તેણે કહ્યું હતું કે તે ક્યારેય આળિકા ગઈ નથી કે કોઈ કાળા વ્યક્તિને ઓળખતી પણ નથી. તે સમજી શકતી નથી કે આની પાછળનું કારણ શું હોઈ શકે છે? પતિ પિતૃત્વ પરિક્ષણની માંગ પર અડગ છે.
જેના કારણે બાળકની માતા છેતરામણીની લાગણી અનુભવી રહી છે. પરંતુ, તે આ માટે તૈયાર છે. તેણે કહ્યું કે પરીક્ષણ ચોક્કસ સત્ય જાહેર કરશે, પરંતુ હવે સંબંધોમાંથી વિશ્વાસ ડગી ગયો છે.SS1MS