થાઈલેન્ડમાં એર-ઈન્ડિયાના ૧૦૦ મુસાફરો ૮૦ કલાકથી વધુ સમયથી ફસાયા
નવી દિલ્હી, થાઇલેન્ડના ફુકેતમાં ૧૦૦થી વધુ ભારતીય યાત્રીઓ ૮૦ કલાક સુધી ફસાયેલાં રહ્યાં હતાં. આ મુસાફરો એર ઈન્ડિયાની ફ્લાઇટથી દિલ્હી પરત આવી રહ્યા હતા, પરંતુ ટેકનિકલ ખામીને લીધે વિમાન ઉડાણ ભરી શક્યું નહીં. છેલ્લાં અહેવાલ મુજબ ૩૦ મુસાફરો હજુ પણ ભારત પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે.
તેમને લેવા માટે એર ઇન્ડિયાની ફ્લાઇટની વ્યવસ્થા કરાઈ છે.પ્રાથમિક માહિતી પ્રમાણે દિલ્હી જઈ રહેલી ફ્લાઇટનું ત્રણ વાર ઉડ્ડયન ટળી ગયું હતું. એક વાર ઉડાણ ભર્યાના અઢી કલાકમાં જ વિમાન એરપોર્ટ પર પરત ફર્યું હતું.આ દરમિયાન, મુસાફરોએ સોશિયલ મીડિયા પર પોતાની મુશ્કેલીઓ શેર કરી હતી.
આ મુસાફરોના કહેવા પ્રમાણે ફ્લાઇટ ૧૬મી નવેમ્બરની રાત્રે દિલ્હી જવા માટે રવાના થવાની હતી, પરંતુ ટેકનિકલ ખામીને લીધે વિમાનની ઉડાણ છ કલાક માટે ટળી ગઈ હતી. કલાકો સુધી રાહ જોયા પછી મુસાફરોને બો‹ડગ માટે કહેવામાં આવ્યું, પરંતુ એક કલાક પછી જ ફ્લાઇટને રદ કરી દેવામાં આવી હતી.
બીજા દિવસે મુસાફરોને જણાવાયું કે ફ્લાઇટમાં સર્જાયેલી ટેકનિકલ ખામીને ઠીક કરી દેવામાં આવી છે. આ વિમાને ઉડાણ ભરી, પરંતુ લગભગ અઢી કલાક પછી ફુકેત પરત આવી ગઈ હતી. ફરીથી ટેકનિકલ ખામીનો હવાલો આપીને મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. એમાં વૃદ્ધો અને બાળકો પણ સામેલ છે. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઈનના ક્‰ મેમ્બરો સાચી જાણકારી આપી રહ્યા નથી.
જોકે, એરલાઈન્સનું કહેવું છે કે મુસાફરોને રોકાવાની સુવિધા આપવામાં આવી છે અને તેમને વળતર પણ આપવામાં આવશે. હજુ લગભગ ૩૦ મુસાફરો ફુકેતમાં છે.SS1MS