Western Times News

Gujarati News

રશિયાની ધમકીથી ડરીને અમેરિકાએ યુક્રેનમાં પોતાનું દૂતાવાસ કર્યું બંધ

મુંબઈ, ત્રીજા વિશ્વ યુદ્ધના એંધાણ! રશિયાની ધમકીથી ડરીને અમેરિકાએ યુક્રેનમાં પોતાનું દૂતાવાસ કર્યું બંધરશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ કિવમાં પોતાનું દૂતાવાસ અસ્થાયી ધોરણે બંધ કરી દીધું છે.

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને માહિતી મળી છે કે ૨૦ નવેમ્બરે રશિયા યુક્રેનના શહેરો પર ભારે હવાઈ હુમલા કરી શકે છે.

દૂતાવાસે તેના કર્મચારીઓને સલામત સ્થળે રહેવાની સલાહ આપી છે. યુક્રેનમાં અમેરિકન નાગરિકોને પણ સંભવિત હવાઈ હુમલા માટે તૈયાર રહેવા અને જરૂરી સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી હતી.દૂતાવાસે એમ પણ કહ્યું હતું કે યુએસ કર્મચારીઓને હાલમાં યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને અન્યત્ર કેટલાક મુખ્ય રાજદ્વારી કાર્યાેને સંભાળવાની યોજના બનાવવામાં આવી રહી છે.

અધિકારીઓએ પુષ્ટિ કરી કે યુક્રેનની સ્થિતિ અને રશિયાની સૈન્ય પ્રવૃત્તિઓના આધારે યુએસ એમ્બેસીની સ્થિતિ સમયાંતરે બદલાઈ શકે છે.યુક્રેને હાલમાં જ રશિયા પર એટીએસીએમએસ મિસાઈલથી હુમલો કર્યાે હતો.

આ પછી, રશિયાએ કહ્યું કે યુક્રેને તેના પર છ એટીએસીએમએસ મિસાઇલોથી હુમલો કર્યાે હતો, જેમાંથી પાંચને રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તોડી પાડી હતી. તે જ સમયે, એક મિસાઇલ રશિયાના ઔદ્યોગિક વિસ્તારમાં પડી. યુક્રેનના આ પગલા બાદ રશિયા ખૂબ નારાજ છે અને તેણે પરમાણુ હુમલાની ધમકી આપી છે. રશિયાએ કહ્યું કે આ હુમલાનો ખૂબ જ યોગ્ય જવાબ આપવામાં આવશે.

રશિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે તો ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ કરવાની ધમકી આપી છે.આ પહેલા અમેરિકી સરકારે યુક્રેનમાં વધી રહેલી હિંસા અને હવાઈ હુમલાની વધતી જતી શક્યતાઓ અંગે તેના નાગરિકોને ઘણી વખત ચેતવણી આપી હતી.

આ ઉપરાંત અમેરિકાએ અન્ય દેશોને પણ યુક્રેનમાંથી તેમના નાગરિકોને ઝડપથી બહાર કાઢવાની અપીલ કરી હતી.રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધનો ૨૦૨૪માં પણ કોઈ ઉકેલ આવે તેમ લાગતું નથી. બંને દેશો વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે.

યુક્રેને રશિયાના આક્રમણનો બહાદુરીપૂર્વક પ્રતિકાર કર્યાે છે, પરંતુ રશિયાની હવાઈ અને મિસાઈલ હુમલાની રણનીતિને કારણે સ્થિતિ અત્યંત જટિલ બની ગઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.