Western Times News

Gujarati News

ઈઝરાયેલના હુમલા પછી પણ અમેરિકાનું કટ્ટર દુશ્મન ઈરાન અડીખમ

નવી દિલ્હી, ઈઝરાયેલના હુમલા પછી પણ અમેરિકાનું કટ્ટર દુશ્મન ઈરાન અડીખમ, પરમાણુ હથિયાર બનાવવાની નજીકઈરાનના પરમાણુ ઈરાદા કેટલા ખતરનાક છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેહરાનના પરમાણુ મથક પર ઈઝરાયેલના તાજેતરના હુમલા બાદ પણ તેણે પોતાનું પગલું બદલ્યું નથી.

યુનાઈટેડ નેશન્સ ન્યુક્લિયર મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવેલ રિપોર્ટ સાંભળીને તમે પણ ચોંકી જશો. આ સંગઠનના ગોપનીય અહેવાલ મુજબ, ઈરાને આંતરરાષ્ટ્રીય માંગને અવગણીને તેના સમૃદ્ધ યુરેનિયમના સ્ટોકમાં વધુ વધારો કર્યાે છે. એટલે કે તે પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નજીક આવી ગયો છે.

આ અહેવાલે અમેરિકાથી લઈને ઈઝરાયેલ સુધી હલચલ મચાવી દીધી છે.ગોપનીય રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઈરાને તેના પરમાણુ ઈરાદામાં કોઈ ફેરફાર કર્યાે નથી. તે અમેરિકા કે ઈઝરાયેલના કોઈપણ દબાણમાં અટકશે નહીં. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી એ અહેવાલ આપ્યો છે કે ૨૬ ઓક્ટોબર સુધીમાં, ઈરાન પાસે ૬૦ ટકાના દરે ૧૮૨.૩ કિગ્રા યુરેનિયમ સમૃદ્ધ હતું, જે ઓગસ્ટના રિપોર્ટ કરતાં ૧૭.૬ કિલો વધુ છે.

પરમાણુ શસ્ત્રો તૈયાર કરવા માટે ૯૦ ટકા સમૃદ્ધ યુરેનિયમની જરૂર પડે છે. એટલે કે તે હવે પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નજીક આવી ગયું છે. દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

ઈઝરાયેલે તેના વળતા હુમલામાં તાજેતરમાં ઈરાનના એક ગુપ્ત મથક પર હુમલો કર્યાે હતો. આ હુમલામાં ઈરાનની ન્યુક્લિયર લેબને ભારે નુકસાન થયું હતું. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેની પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે માત્ર એક જ ગુપ્ત આધાર નથી, પરંતુ અન્ય ઘણા ગુપ્ત ઠેકાણાઓ પણ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.