Western Times News

Gujarati News

અંબુજા સિમેન્ટ્સે વડનગરમાં સમુદાય પ્રેરિત પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ ઝુંબેશ ચલાવી

  • અંબુજા સિમેન્ટ્સે અસરકારક રીતે કચરો ભેગો કરીને રિસાયકલિંગ કરવા માટે સ્થાનિક સ્તરના કચરો વીણનારાને સ્વ-સહાય જૂથ (એસએચજી) બનાવીને વડનગરમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અભિયાન હાથ ધર્યું
  • આ પહેલ પર્યાવરણીય લાભો અને સમુદાય માટે ટકાઉ આજીવિકા બંને પૂરા પાડે છે
  • અંબુજા સિમેન્ટ્સ કોર્પોરેટ ટકાઉપણા લક્ષ્યાંકો સાથે સમુદાય પ્રેરિત વેસ્ટ મેનેજમેન્ટને સંકલિત કરવામાં અગ્રેસર છે

અમદાવાદ, ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સ તેની સીએસઆર ટીમના સમર્થન સાથે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં વડનગર ગામે ટકાઉ વેસ્ટ મેનેજમેન્ટ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર રહી છે.

લાઇટહાઉસ પહેલના ભાગરૂપે કંપનીની સીએસઆર ટીમ અને વડનગર ગ્રામ પંચાયતે સ્થાનિક સમુદાયને એકત્રિત કર્યા છે અને કચરો વીણનારાઓનું સ્વ-સહાય જૂથ (એસએચજી) ઊભું કરીને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની કામગીરી તેમને સોંપી છે. આ સ્વ-સહાય જૂથ પ્લાસ્ટિકનો કચરો વીણીને તેને અલગ પાડવાની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બાદમાં આ કચરાને અંબુજા સિમેન્ટ્સ દ્વારા તેના અંબુજાનગર પ્લાન્ટ ખાતે વૈકલ્પિક ઇંધણ તરીકે પુનઃવપરાશમાં લેવામાં આવે છે જે સ્વચ્છ અને તંદુરસ્ત વાતાવરણમાં યોગદાન આપે છે.

આ પહેલે ન કેવળ પર્યાવરણ પર પ્લાસ્ટિકનું ભારણ ઘટાડ્યું છે પરંતુ સમુદાયના સભ્યો માટે આજીવિકાનું સાધન પણ ઊભું કર્યું છે. પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવા પર વળતર આપીને અંબુજા સિમેન્ટ્સે સમુદાયને સશક્ત બનાવ્યો છે અને સુનિશ્ચિત કર્યું છે કે વેસ્ટ મેનેજમેન્ટ ટકાઉ અને સમુદાયની માલિકી હેઠળ રહે છે.

આ પહેલ અંબુજા સિમેન્ટ્સની પર્યાવરણીય ટકાઉપણા અને સામાજિક કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે જે કંપનીને સમુદાય પ્રેરિત વેસ્ટ મેનેજમેન્ટ સોલ્યુશન્સમાં અગ્રણી બનાવે છે.

અંબુજા સિમેન્ટ્સ ગુજરાતભરમાં આ પહેલને વિસ્તારી રહી છે અને સુનિશ્ચિત કરે છે કે ગ્રામીણ વેસ્ટ મેનેજમેન્ટ એ પર્યાવરણીય ઉત્કૃષ્ટતા તથા સામુદાયિક સશક્તિકરણ માટે કંપનીના વ્યાપક મિશનનો મહત્વનો ભાગ રહે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.