ગુજરાતમાં યુપીઆઈ-લિંક્ડ ક્રેડિટ કાર્ડનું ચલણ માસિક ધોરણે 25 ટકાએ વધી રહ્યું છે
ક્રેડિટ કાર્ડના પ્રસારમાં અમદાવાદ 9મા ક્રમે, ખર્ચની બાબતે 7મા ક્રમે પહોંચ્યું-કિવિના મતે ગુજરાતમાં યુપીઆઈ પર ક્રેડિટ કાર્ડ અપનાવવાનું પ્રમાણ માસિક ધોરણે 25 ટકાએ વધી રહ્યું છે
અમદાવાદ, યુપીઆઈ થકી રૂપે ક્રેડિટ કાર્ડ વ્યવહારોને શક્ય બનાવતા અગ્રણી ફિનટેક પ્લેટફોર્મ કિવિએ ગુજરાત માર્કેટ પર તેનું ધ્યાન વધાર્યાની જાહેરાત કરી હતી. યુપીઆઈ પર ક્રેડિટ કાર્ડ અપનાવવા તથા ખર્ચની બાબતે અમદાવાદ એક મજબૂત કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે અને દેશમાં સાતમાં સ્થાને છે જ્યારે એકંદરે ક્રેડિટ કાર્ડના પ્રસારની બાબતે તે 9મા સ્થાને પહોંચ્યું છે.
કિવિના મતે ગુજરાતમાં યુપીઆઈ પર ક્રેડિટ કાર્ડ અપનાવવાનું પ્રમાણ માસિક ધોરણે 25 ટકાના દરે વધી રહ્યું છે. અમદાવાદમાં યુપીઆઈ-લિંક્ડ ક્રેડિટ કાર્ડનું વધુ ચલણ દર્શાવે છે કે શહેરના લોકો આવશ્યક અને વિવેકાધીન ખર્ચ પર યુપીઆઈ પેમેન્ટ કરવાનું પસંદ કરે છે. કિવિનું પ્લેટફોર્મ આ ટ્રેન્ડને ઝડપી લે છે અને ગ્રાહકોને યુપીઆઈની સરળતાની સાથે ક્રેડિટની સરળતા અને વળતર પૂરા પાડે છે. મુખ્ય કેન્દ્ર તરીકે ગુજરાત સાથે કિવિનું લક્ષ્ય બદલાતી ગ્રાહકની જરૂરિયાતોને સંલગ્ન રહીને વધુ ક્રેડિટ-સંચાલિત માહોલ બનાવવાનું છે.
યુપીઆઈના પ્રસારનું પ્રમાણ દેશભરમાં દેખાઈ રહ્યું છે. યુપીઆઈ ક્યુઆર કોડ 25.64 કરોડે પહોંચ્યા છે જે 77.9 લાખ પીઓએસ ટર્મિનલ્સ કરતાં લગભગ 33 ગણા વધુ છે. અમદાવાદ મોટાપાયે ક્યુઆર-એનેબલ્ડ બિઝનેસીસના લીધે બધાથી અલગ તરી આવે છે જેણે સરળ યુપીઆઈ ઉપયોગને સક્ષમ બનાવ્યા છે અને ક્રેડિટ-ઓન-યુપીઆઈને અપનાવવા માટે મજબૂત પાયાને પ્રોત્સાહન આપે છે. કેશબેક અને રિવાર્ડ્સ જેવા પ્રોત્સાહનો શહેરમાં મૂલ્ય પ્રત્યે સભાન ગ્રાહકોને અપીલ કરે છે જે વધતી ડિજિટલ ઇકોનોમીમાં ક્રેડિટ-ઓન-યુપીઆઈને એક સ્વાભાવિક પસંદગી બનાવે છે.
કિવિના કો-ફાઉન્ડર અને બિઝનેસ હેડ મોહિત બેદીએ જણાવ્યું હતું કે “ગુજરાત અને ખાસ કરીને તો અમદાવાદ નવીનતમ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ અપનાવવાનો ઇતિહાસ ધરાવે છે. તે સ્થાનિક અને નાના વેપારીઓની મજબૂત ઇકોસિસ્ટમ ધરાવે છે જે યુપીઆઈ આધારિત ક્યુઆર કોડ પેમેન્ટ્સ દ્વારા પહેલેથી જ સશક્ત બની ચૂકી છે. કિવિનું પ્લેટફોર્મ સીધા યુપીઆઈ દ્વારા વધુ ફ્લેક્સિબલ, સરળ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરવા માટે ગ્રાહકોને સશક્ત બનાવે છે, ક્રેડિટને સરળ રીતે રોજબરોજના વ્યવહારોમાં જોડે છે અને આ વાઇબ્રન્ટ માર્કેટમાં નાણાંકીય સમાવેશને વધારે છે.”
કિવિના કો-ફાઉન્ડર અને સીઓઓ સિદ્ધાર્થ મહેતાએ જણાવ્યું હતું કે “યુપીઆઈ-લિંક્ડ ક્રેડિટ કાર્ડને ગુજરાતમાં જે પ્રકારે અપનાવવામાં આવ્યું છે તે વધુ ફ્લેક્સિબિલિટી અને ખર્ચ પર નિયંત્રણ પર ગ્રાહકોની બદલાતી પસંદગીનો સ્પષ્ટ સંકેત આપે છે. કિવિ આ પરિવર્તનનો ભાગ બનતા ગર્વ અનુભવે છે અને વધુ ઝડપી તથા સુરક્ષિત વ્યવહારો માટે યુપીઆઈ સાથે ક્રેડિટને ભેગા કરે તેવું સોલ્યુશન પૂરું પાડે છે. અમે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં વિકાસ સાધી રહ્યા છીએ ત્યારે અમે ન કેવળ ઇનોવેટિવ પ્રોડક્ટ્સ પૂરી પાડવા પરંતુ લાંબા ગાળાની નાણાંકીય સુખાકારીને સમર્થન આપે તેવા જવાબદાર ક્રેડિટ વપરાશને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે.”
ગુજરાતમાં કિવિનું વિસ્તરણ યુપીઆઈ દ્વારા ક્રેડિટની એક્સેસને આગળ વધારવાની, ડિજિટલી જાણકારી ધરાવતા ગ્રાહકોની માંગ સંતોષવાની અને ક્રેડિટ અપનાવવા તથા તેના પ્રસારનું પ્રમાણ વધારવાની તેની રાષ્ટ્રીય વ્યૂહરચનાને અનુરૂપ છે. ટીપીએપી કંપની તરીકે કિવિ હાલ એક્સિસ બેંક અને યસ બેંક સાથેની ભાગીદારીમાં રૂપે ક્રેડિટ કાર્ડ ઓફર કરી રહી છે.