નડિયાદમાં ડામર રોડના રિસરફેસિંગ કામનું શરૂ કરાયુંઃ 2 કરોડનો ખર્ચ થશે
નડિયાદમાં ધારાસભ્યના હસ્તે રૂ.ર૦૩ લાખના ખર્ચે ડામર રોડના રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદ નગરપાલિકા વિસ્તારના રૂ. ૨૦૩ લાખના ખર્ચે ડામર રોડના રિસરફેસિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. ઇ શ્ મ્ વિભાગ દ્વારા થનાર આ કામ અંતર્ગત નીચે મુજબના ૧૧ રસ્તાઓના કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
ધનલક્ષ્મી પાર્ક થી કલ્યાણ નગર, પરશુરામ બાગ પાસેનો રસ્તો. જય પ્રભુ સોસાયટી થી ગીતાંજલિ મુખ્ય રોડ સુધીનો રસ્તો. વિદ્યુતનગર સોસાયટી પાસેનો રસ્તો. શિવ શક્તિ સોસાયટી થી ગીતાંજલિ ગીતાનગર સોમનાથ પાર્ક સુધીનો રસ્તો. વલ્લભ નગર મહાદેવથી ગોકુલધામ સોસાયટી સુધીનો રસ્તો. બાલ યોગી સોસાયટી થી પ્રાઈમ હેવન સુધીનો રસ્તો. પટેલ બેકરી થી વૈશાલી ચોતરા સુધીનો રસ્તો.
શ્રીજી સોસાયટી પાસેથી હનુમાન મંદિર સુધીનો રસ્તો. હરિકુંજ સોસાયટી થી સરક્યુલર રોડ સુધીનો રસ્તો. માઈ માતા મંદિરની પાછળ નો રસ્તો. રેલવે સ્ટેશન થી સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુ સુધીનો રસ્તો.આ કાર્યક્રમ ખાતે પ્રમુખ કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, રોડ કમિટી ચેરમેન ગૌરાંગભાઈ તથા કાઉન્સિલરો સહિત વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.