બદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો: નાણાંકીય લેવડ-દેવડના આક્ષેપો
ખેડાના પીજમાં યોજાયેલા જિલ્લા ફેર શિક્ષણ બદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો -શિક્ષણ સંઘ અને અધિકારીઓ પર નાણાંકીય લેવડ-દેવડના આક્ષેપો
નડિયાદ, વસો તાલુકાની પીજ પ્રાથમિક શાળામાં શિક્ષકોનો જિલ્લા ફેર બદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવતા ચકચાર મચી ગઈ હતી. શિક્ષણ નિયામકે આ વર્ષે અગ્રતા માટે કુલ ખાલી પડેલી જગ્યા પૈકી પ૦% જગ્યાઓ રાખવી તેઓ નિયમ રાતોરાત અમલી બનાવી દેતા શિક્ષક બદલી કેમ્પમાં આવેલા શિક્ષકોએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી અને શિક્ષણ સંઘ તેમજ અધિકારીઓ પર વહીવટના ખોટા આક્ષેપો કર્યા હતા.
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં આવનાર સમયમાં શિક્ષકોની ભરતી થનાર છે તે પૂર્વે જિલ્લા ફેર શિક્ષકોની બદલી માટે જેમણે અરજી કરી છે તે લોકોને સિકયુરિટી મુજબ તેમજ અગ્રતાના ધોરણે જિલ્લા ફેર બદલીનો લાભ આપો તેઓ નિયમ છેલ્લા ઘણા સમયથી અમલમાં હોય આ ભરતી પૂર્વે પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે જિલ્લા ફેર બદલી કેમ્પ યોજાયો હતો.
ખેડા જિલ્લામાં વસો તાલુકાના પીજ મુકામે આવેલી પ્રાથમિક શાળામાં આજે જિલ્લા ફેર શિક્ષક બદલી કેમ્પમાં ૧૯૦૦ શિક્ષકો અન્ય જિલ્લામાંથી આવ્યા હતા. જિલ્લા ફેર બદલીમાં પ૩પ ખાલી જગ્યાએ બતાવી ૧૯૦૦ શિક્ષકોને બોલાવ્યા હતા. જિલ્લા ફેર બદલી કેમ્પમાં બે રીતે થાય છે. એક સિકયોરિટી મુજબ તેમજ બીજી અગ્રતાના ધોરણે બદલી કરવામાં આવે છે.
આ બદલી કેમ્પ પૂર્વે ર૪ શિક્ષકોએ અગ્રતાના ધોરણે બદલી પામવા માટે અરજી કરી હતી. અગ્રતા એટલે કે પતિ પત્નીને એક જ જિલ્લામાં રાખવા વિધવા તકતા કે પછી વાÂલ્મકી કે વિકલાંગ હોય તેમને પ્રથમ અગ્રતા આપી તેઓ નિયમ છે. અગાઉના વર્ષોમાં અગ્રતાની બેઠકોમાં સિનિયોરિટી મુજબ આવતા શિક્ષકોને આ બેઠકોનું લાભ આપો તેવો નિયમ હતો.
ખેડા જિલ્લામાં કુલ પ૩પ બેઠકોમાં અગ્રતા માટે માત્ર ર૪ શિક્ષકોએ અરજી કરી હતી. તેમને આ કેમ્પમાં લાભ આપ્યું હતું. એટલે બાકીની તમામ બેઠકો સિનિયોરિટી મુજબ ભરવી જોઈએ તેવી શિક્ષકોની માંગ નથી. મહત્ત્વનું એ છે કે, બે દિવસ પહેલાં ગાંધીનગરથી શિક્ષક નિયામકે ખાલી બેઠકોમાંથી પ૦ ટકા બેઠકો અગ્રતા માટે ખાલી રાખવી તેવો નિયમ બનાવ્યો હતો જે નિયમનો અમલવારી અજો પીજ ખાતે યોજાયેલા બદલી કેમ્પમાં કરવામાં આવી હતી તેના પગલે શિક્ષકોમાં નારાજગી વ્યાપી ગઈ હતી.
પ૩પમાંથી ર૬૭ બેઠકો ભરવામાં આવી હતી અને બાકીની બેઠકો અગ્રતા માટે ખાલી રાખવામાં આવી હતી જેના પગલે શિક્ષકોએ એવા આક્ષેપો કર્યા હતા કે, અગાઉના બદલી કેમ્પમાં અગ્રતાની ભરાયેલી બેઠકો બાદ બાકીની તમામ બેઠકો સિન્યોરિટી મુજબ ભરવા માટેનો નિયમ હતો આ નિયમ પૈસા કમાવવવા માટે વહીવટ કરવા માટે બદલ્યો હોવાના આક્ષેપો શિક્ષકોના હતા.