નેતન્યાહુ, હમાસના અધિકારીઓ સામે આંતરરાષ્ટ્રીય કોર્ટનું વોરંટ
ધ હેગ, વિશ્વની ટોચની વોર-ક્રાઇમ કોર્ટે ઇઝરાયેલ અને હમાસના નેતાઓ સામે ગુરુવારે ધરપકડનું વોરંટ જારી કર્યું છે. જેમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુનો સમાવેશ થાય છે. કોર્ટે નેતન્યાહુ પર માનવતા સામે ગુનો કરવાનો આરોપ મૂક્યો છે.
નેતન્યાહુ અને ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી યોવ ગેલેન્ટ સામેના વોરંટમાં ઇઝરાયેલ દ્વારા હમાસ સામે ગાઝામાં કરાયેલા હુમલા અંગે આરોપો મૂકવામાં આવ્યા છે.ઇઝરાયેલના અધિકારીઓએ આરોપોને ફગાવી દીધા છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, ગાઝામાં ભૂખમરો ફેલાયો છે અને ઉત્તર ભાગમાં દુષ્કાળની સ્થિતિ સજાઈ છે.
સ્થાનિક સત્તાવાળાના જણાવ્યા અનુસાર ઇઝરાયેલના આક્રમણને પગલે ગાઝામાં મૃત્યુઆંક ૪૪,૦૦૦ને વટાવી ગયો છે. નેતન્યાહુએ પોતાની સામેના વોરંટની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, “ઇઝરાયેલ કોર્ટની ખોટી કાર્યવાહીને સદંતર ફગાવે છે.
ઇઝરાયેલે ગાઝા સામે યુદ્ધ શરૂ કર્યું છે. એથી વધુ અમારી કાર્યવાહીને વિશેષ ગણવી જોઇએ નહીં.” વોરંટ સાથે નેતન્યાહુ અને અન્ય લોકો આંતરરાષ્ટ્રીય ‘વોન્ટેડ’ બન્યા છે.
કોર્ટના વકીલ કરીમ ખાને વોરંટની વિનંતી કર્યા પછી છ મહિને કાર્યવાહી થઈ છે. કોર્ટે હમાસની એક પાંખના વડા મોહમ્મદ ડીફ સામે પણ વોરંટ જારી કર્યું છે. ઇઝરાયેલ પર ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ કરાયેલા હુમલા માટે ડીફ પર કાર્યવાહી કરાઈ છે. કોર્ટના જણાવ્યા અનુસાર ડીફ સામે હત્યા, બળાત્કાર, માનવતા સામેના ગુના સહિત ઘણા ગુનામાં સંડોવાયા હોવાના પુરાવા છે.SS1MS