ઇન્ડસ બેટલ રોયલએ સતત બીજા વર્ષે ગૂગલ પ્લેનો “બેસ્ટ મેડ ઇન ઇન્ડિયા” ગેમ એવોર્ડ જીત્યો
સુપરગેમિંગની ઇન્ડસ બેટલ રોયલને ગૂગલ પ્લે તરફથી તેના બેસ્ટ ઓફ 2024 એવોર્ડ્સમાં ‘બેસ્ટ મેડ ઇન ઇન્ડિયા’ ગેમ એવોર્ડ મળ્યો છે. ગેમને સતત બીજી વખત આ સન્માન મળ્યું હોવાથી આ એક સિમાચિહ્નરૂપ બાબત છે. વર્ષ 2023માં, કંપનીએ તેની ગેમ બેટલ સ્ટાર્સ માટે સમાન કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. આ એવોર્ડ રમતની ઈન્ડો-ફ્યુચરિસ્ટિક થીમ અને બેટલ રોયલ શૈલીમાં ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવા માટે સુપરગેમિંગના સમર્પિત પ્રયાસોને બીરદાવે છે.
પુણે સ્થિત સુપરગેમિંગ એ ઉચ્ચ-ગુણવત્તાવાળી, રીઅલ-ટાઇમ મલ્ટિપ્લેયર શૂટર ગેમ્સ બનાવી રહી છે, જે વિશ્વભરના લોકોની પસંદગીને અનુરૂપ છે. રોબી જ્હોન અને તેની ટીમ દ્વારા સ્થાપિત આ કંપની, માસ્કગન, સિલી રોયલ અને બેટલ સ્ટાર્સ જેવી લોકપ્રિય ગેમ્સનો સફળ ઇતિહાસ ધરાવે છે કે જે સામૂહિક રીતે વિશ્વભરમાં 100 મિલિયન કરતા વધારે ડાઉનલોડ્સની સંખ્યા સુધી પહોંચી છે.
બેટલ રોયલમાં “Cosmium” – વૈકલ્પિક જીતની શરત તથા “Grudge” – ગેમપ્લે મિકેનિક તરીકે બદલો લેવાનો વિકલ્પ જેવા અનન્ય ફિચર્સ ઉમેરીને ઇન્ડસ સાથે, કંપનીનો હેતુ ગેમને ફરીથી વ્યાખ્યાયિત કરવાનો છે. આ ગેમમાં મોરની, પોખરણ, હીના, રાણા અને સર-તાજ જેવા ભારતીય પ્રેરિત પાત્રોનો પણ સમાવેશ થાય છે. તેના લોન્ચથી, ઇન્ડસે લગભગ 5 મિલિયન ડાઉનલોડ્સ પ્રાપ્ત કર્યા છે, જે ખેલાડીઓ તરફથી ગેમના ભાવભર્યા આવકારને પ્રતિબિંબિત કરે છે.
આ માન્યતા ભારતીય ગેમિંગ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે સુપરગેમિંગની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વિશિષ્ટ ગેમ્સની ડિલિવરી ઉપરાંત, કંપની ક્લચ ઇન્ડિયા મૂવમેન્ટ જેવી પહેલ દ્વારા એક વાઇબ્રન્ટ ગેમિંગ સમુદાયને પણ પ્રોત્સાહન આપે છે જેનો ઉદ્દેશ્ય ઇન્ડસને અગ્રણી ઇસ્પોર્ટ્સ ટાઇટલ તરીકે સ્થાન અપાવવાનો છે.