સરકારે જમીન પરત લેતા અમદાવાદની પુલકિત પ્રાથમિક શાળાને લાગશે તાળા
અમદાવાદ, શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી પુલકિત પ્રાથમિક સ્કૂલને સરકાર દ્વારા વર્ષો પહેલા ભાડાપટ્ટેથી અપાયેલી જમીન પરત લઈ લેવામાં આવતા હવે સ્કૂલ બંધ થશે અને શહેર ડીઈઓ દ્વારા તપાસ રિપોર્ટના આધારે હવે આ સ્કૂલમાં ભણતા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટેની પ્રક્રિયા કરાશે.
શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી પુલકિત પ્રાથમિક સ્કૂલને સરકાર દ્વારા વર્ષો પહેલા ભાડાપટ્ટેથી અપાયેલી જમીન પરત લઈ લેવામાં આવતા હવે સ્કૂલ બંધ થશે અને શહેર ડીઈઓ દ્વારા તપાસ રિપોર્ટના આધારે હવે આ સ્કૂલમાં ભણતા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માટેની પ્રક્રિયા કરાશે. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા કરાર લંબાવવા માટે અરજી કરાઈ હતી.
જે ૨૦૧૦ના વર્ષમાં નામંજૂર થઈ હતી.પરંતુ ત્યારથી છેલ્લા અનેક વર્ષોથી પ્રક્રિયા જ ચાલતી હતી અને નવેમ્બર ૨૦૨૩માં ટ્રસ્ટને અનઅધિકૃત ભોગવટાને દૂર કરવા તેમજ તમામ મિલકત બોજા રહિત સોંપવા માટે હુકમ કરાયો હતો.
જો કે સરકારની જમીન છતાં જમીનનો કબ્જો લેવામાં અનેક વર્ષોનો વિલંબ થયો હતો.સ્કૂલ બાબતે શહેર ડીઈઓની તપાસ કમિટી રિપોર્ટથી પ્રક્રિયા થઇ હતી ઃજો કે બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ કલેકટરના આદેશ સામે મહેસૂલ વિભાગમાં અપીલ કરી હતી.પરંતુ તે અપીલ અરજી પાછી ખેંચી લેવાઈ હતી અને સરકારના નિયમ પ્રમાણે આરટીઈ એક્ટ હેઠળ શહેર ડીઈઓ દ્વારા કમિટી રચાઈ હતી
અને જેના દ્વારા સ્કૂલમાં સ્થળ તપાસથી માંડી ડોક્યુમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા પણ કરાઈ હતી. સ્કૂલને બંધ કરવાનો પણ ઓર્ડરઃશહેર ડીઈઓના જણાવ્યા મુજબ તપાસ કમિટીનો રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટના આધારે અંતે હવે સ્કૂલને બંધ કરવાનો પણ ઓર્ડર કરાશે. આ સ્કૂલમાં વિવિધ વર્ગોમાં ભણતા ૨૫૦થી વઘુ બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરવાની પણ પ્રક્રિયા કરાશે