જાણુ ગામમાં ICDS દ્વારા ઘટક કક્ષાનો ભૂલકા મેળો યોજાયો
ભૂલકા મેળામાં બહેનો દ્વારા વિવિધ થીમ આધારિત TLMs(ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવવામાં આવ્યા
બાળકો દ્વારા પાણી આધારિત થીમ સાથે સુંદર કૃતિ રજૂ કરવામાં આવી
અમદાવાદ જિલ્લા પંચાયતના આઈસીડીએસ વિભાગ દ્વારા દસ્ક્રોઈ તાલુકામાં આવેલા સિટી ગ્રામ્ય ઘટકના જાણુ ગામમાં ઘટક કક્ષાના ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ભૂલકા મેળામાં બહેનો દ્વારા વિવિધ થીમ આધારિત TLMs(ટીચિંગ લર્નિંગ મટિરિયલ) બનાવવામાં આવ્યા હતા. તેમજ બાળકો દ્વારા ખૂબ જ સુંદર પાણી/વરસાદની થીમ સાથે કૃતિ રજૂ કરવામાં આવી હતી. ભૂલકા મેળામાં સહભાગી થયેલાં બાળકોને પ્રોત્સાહન ઈનામ પણ આપવામાં આવ્યું હતું.
આ ભૂલકા મેળામાં સીડીપીઓશ્રી, જિલ્લા પીએસઈ, ગામના સ્થાનિક આગેવાનો, સરપંચ, ઘટકના મુખ્ય સેવિકા બહેનો, ઘટકના પીએસઈ ઇન્સ્ટ્રક્ટર, ઘટકના આંગણવાડી બહેનો તેમજ ભૂલકાઓ હાજર રહ્યા હતા.