Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં મહાયુતિ જીત તરફ: હવે મુખ્યમંત્રી કોણ બનશે તે વિષયની ચર્ચાઓ?

આ વખતે ExitPoll ખોટા પડ્યા: BJP મહાયુતી 220 બેઠકો પર આગળ જ્યારે કોંગ્રેસ + 51 બેઠકો પર આગળ

મુંબઈ,  મહારાષ્ટ્રમાં ૨૮૮ બેઠકમાંથી ભાજપ એકલા હાથે 126 બેઠક ઉપર અને ભાજપની મહાયૂતી 220થી વધુ બેઠકો ઉપર આગળ ચાલી રહી છે.  દેશના બે રાજ્યો મહારાષ્ટ્ર અને ઝારખંડમાં શનિવારે વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.

બંને રાજ્યોમાં અનુક્રમે વિધાનસભાની 288 અને 81 બેઠકો માટે સવારે આઠ વાગ્યાથી મતગણતરીની શરૂઆત થઈ ગઈ હતી. નવ વાગ્યાની આસપાસથી ટ્રેન્ડ આવવાના શરૂ થયા હતા.

ભાજપના દેવેન્દ્ર ગંગાધર ફડનવીસ નાગપુરની સાઉથ વેસ્ટ બેઠક પર લગભગ 78000 વોટ મળ્યા છે. 

શિવસેના (શિંદે) ના એકનાથ સંભાજી શિંદે 96 હજાર વોટ મળ્યા છે અને 70 હજાર વોટથી આગળ છે. 

 

એન.સી.પી.ના અજીત પવાર લગભગ 99 હજાર વોટ મળ્યા છે અને 53 હજાર વોટથી આગળ છે

મહારાષ્ટ્રમાં મહાયુતીના સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ અજિત પવાર  લીડ કરી રહ્યા છે. નાગપુર દક્ષિણ-પશ્ચિમ બેઠક પરથી BJPના દેવેન્દ્ર ફડણવીસ આગળ ચાલી રહ્યા છે. ટૂંકમાં ભાજપ+ મહાયુતીના ત્રણેય ઉમેદવારોની ભારે લીડથી આગળ હોવાને કારણે જીતવાની શક્યતા પૂરેપૂરી છે.

બપોરે 12 વાગ્યા સુધીમાં ભાજપની મહાયુતી એટલે કે ભાજપ + શિવસેના (શિંદે) + એન.સી.પી. (અજીત પવાર)  લગભગ 220 થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જેમાં ભાજપ 125 જેટલી સીટો પર આગળ છે. જ્યારે શિવસેના (એકનાથ શિંદે) 54 અને એન.સી.પી. (અજીત પવાર) 40 સીટો પર આગળ છે. 288 સીટોમાંથી 145 સીટો ભાજપને જરૂર છે. ભાજપ એકલાહાથે લગભગ 125 સીટો પર આગળ છે.

એટલે આ વખતે કોઈ પણ પક્ષના સત્તાના દબાણ વગર ભાજપ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકશે.

મતદાન બાદ જાહેર કરાયેલાં એક્ઝિટ પોલ્સના તારણો પણ કેટલાં વાસ્તવિક છે તે પર પણ સૌની નજર રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભાની મુદ્દત 26મી નવેમ્બરે પૂર્ણ થાય છે.

આ ઉપરાંત વાયનાડ અને નાંદેડ લોકસભાની બેઠક તથા 13 રાજ્યોની 46 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ પણ જાહેર થવાનું હોઈ દેશભરમાં ઉત્સુક્તાપૂર્ણ રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે. વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પોતાની રાજકીય ઈનિંગ શરૂ કરી રહ્યાં હોવાથી આ બેઠક પર પણ સૌની નજર રહેશે.

એક્ઝીટ પોલ જાહેર થયાં હતા તે મુજબ લગભગ દરેક એજન્સીએ BJP+ ને 125 થી 180 સીટો મળશે તેવી આગાહી કરી હતી. પરંતુ તેનાથી વિપરીત આ આંકડો 220 ની નજીક પહોંચી ગયો છે.

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વવાળી વર્તમાન એનડીએ સરકાર સામે સત્તા જાળવી રાખવાનો પડકાર હતો, તો સામે પક્ષે કોંગ્રેસના નેતૃત્વવાળા ઈન્ડિયા ગઠબંધનને સત્તા મેળવવાની આશા હતી.

જયારે બીજી તરફ કોંગ્રેસના સહયોગી પક્ષો શિવસેના (ઠાકરે) 19, એનસીપી (શરદ પવાર) 13 અને કોંગ્રેસ (19) બેઠકો પર એટલે કે 51 બેઠકો પર આગળ ચાલી રહી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં થયેલાં છેલ્લાં ત્રણ દાયકાના સૌથી વધુ મતદાનને પગલે સત્તારૂઢ મહાયુતિ (BJP+) અને વિપક્ષ મહા વિકાસ અઘાડી ગઠબંધન  (MVA + Congress) પોતપોતાની જીતના દાવા કરી રહ્યાં હતા.  મોટાભાગના એક્ઝિટ પોલ્સ અનુસાર મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિની સરકાર બને તેવા તારણો દર્શાવાયાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.