વી.એસ. હોસ્પિટલ : બજેટનું કદ વધ્યું–સેવાનું સ્તર ધટ્યું
એસવીપી હોસ્પિટલને જીવતી રાખવા માટે વી.એસ. હોસ્પિટલને નામશેષ કરવામાં આવી છે તેવા આક્ષેપો
( પ્રતિનિધિ) અમદાવાદ , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસવીપી હોસ્પિટલને જીવતી રાખવા માટે વી.એસ. હોસ્પિટલને નામશેષ કરવામાં આવી છે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સસ્તી અને સારી સારવાર વી.એસ. હોસ્પિટલમાં મળતી હતી
પરંતુ શાસકોની ઉદાસીનતા ના કારણે હોસ્પિટલ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણાથી તૈયાર કરવામાં આવેલી વી.એસ. હોસ્પિટલના બિલ્ડીંગ ની હાલત અત્યંત દયનીય બની ગઈ છે તેમ છતાં તેને રીપેરીંગ કરવા માટે વહીવટી તંત્ર અને સત્તાધારી પાર્ટી નિષ્ક્રિય છે.તેવા સીધા આક્ષેપ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે
મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેઝાદ ખાન પઠાણના જણાવ્યા મુજબ વી.એસ.હોસ્પિટલમાં તા. ૨૭-૧૨-૨૦૧૮ થી સુપર સ્પેશ્યાલીટી સેવા બંધ કરી કુલ ૧૨૦૦ બેડની વી.એસ.હોસ્પિટલને માત્ર ૫૦૦ બેડની કરી અને વી.એસ.બોર્ડને માત્ર ૧૨૦ બેડની સત્તા આપવામાં આવી જે શરમજનક બાબત છે. સત્તાધારી ભાજપ દ્વારા સને ૨૦૨૧-૨૨ થી સને ૨૦૨૪-૨૫ સુધીમાં વી.એસ. હોસ્પિટલ માટે કુલ રૂા.૭૮૨.૧૩ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું
ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ બજેટમાં રૂા.૫૫.૦૦ કરોડ વી.એસ. હોસ્પિટલના તથા ટ્રોમા વોર્ડના નવીનીકરણ માટે મંજુર કરાયેલ હોવા છતાં સત્તાધારી ભાજપ વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ કરવાની કોઈ કામગીરી કરી શકી નથી જે કડવી વાસ્તવિકતા છે બજેટના કદ વધે છે તેમ છતાં ભાજપના સત્તાધીશો વી.એસ. હોસ્પિટલને બંધ થવાને આરે લાવીને મુકેલ છે વી.એસ. હોસ્પિટલ ઠેર ઠેર જર્જરીત થઇ ગઇ હોવા છતાં સત્તાધીશો માત્ર વાહવાહી લુંટવા માટે માત્ર મોટી મોટી પોકળ જાહેરાતો કરે જ છે