IPL Action: ઋષભ પંત અને શ્રેયસ અય્યર સૌથી મોંઘા ખેલાડી
આઈપીએલ મેગા ઓક્શનમાં ઈતિહાસ રચાયો -પંતને લખનૌએ રૂ.ર૭ કરોડમાં અને શ્રેયસ અય્યરને રૂ.ર૬.૭પ કરોડમાં પંજાબે ખરીદયો ઃ વૈંકટેશ અય્યર ર૩.૭પ કરોડમાં વેચાયો
(એજન્સી) જેદાહ, સાઉદી અરેબિયાના જેદાહમાં શરૂ થયેલી આઈપીએલની હરાજીમાં ભારતીય ખેલાડીઓ છવાઈ ગયા હતા. જેમાં ઋષભ પંત અને શ્રેયસ ઐયરઆઈપીએલના ઓક્શનમાં ઋષભ પંત અત્યાર સુધીનો સૌથી મોંધો ખેલાડી રહ્યો છે. પંતને લખનૌએ રૂ. ૨૭ કરોડનો ખરીદ્યો હતો. જ્યારે શ્રેયસ ઐયરને પંજાબે રૂ. ૨૬.૭૫ કરોડમાં ખરીદ્યો હતો. rcb ipl auction 2025
કે.એલ.રાહુલ (૧૪ કરોડ, દિલ્હી) ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કે.એલ.રાહુલને ખરીદવા માટે બેંગલુરુ, કોલકાતા અને ચેન્નાઈને રસ દાખવ્યો હતો, જોકે છેવટે દિલ્હી કેપિટલ્સે રાહુલને ૧૪ કરોડમાં ખરીદી લીધો છે.
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર લિયામ લિવિંગસ્ટોનને ઇઝ્રમ્એ ૮.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વિરાટ કોહલીની ટીમ આરસીબીમાં રમનારા મોહમ્મદ સિરાજ હવે ગુજરાત ટાઈટન્સમાં રમતા નજરે પડશે. ગુજરાતે તેને ૧૨.૨૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો.
યુજવેન્દ્ર ચહલને પંજાબની ટીમમાં ૧૮ કરોડ રૂપિયામાં સામેલ કરાયો છે. તેની બેઝ પ્રાઈઝ ૨ કરોડ રૂપિયા હતી. તેની સાથે જ ચહલ, અર્શદીપ સંયુક્ત રીતે સૌથી મોંઘા ભારતીય બોલર બની ગયા છે. અર્શદીપને પણ પંજાબે કિંગે (રાઇટ ટૂ મેચ) કાર્ડ યૂઝ કરીને ૧૮ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
ગુજરાત અને બેંગલુરુએ સાઉથ આફ્રિકાના બોલર ડેવિડ મિલરનેને ખરીદવા માટે પ્રયાસો કર્યા હતા, જોકે અંતે લખનઉ સુપર જાયન્ટ્સે મિલરને ૭.૫૦ કરોડ રૂપિયામાં ખરીદી ટીમમાં સમાવી લીધો છે. મોહમ્મદ શમીને સનરાઈઝર્સ હૈદરાબાદે ૧૦ કરોડમાં ખરીદ્યો છે. શમી માટે કોલકાતા નાઇટરાઇડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે પણ બોલી લગાવી હતી, પરંતુ અંતિમ બાઝી સનરાઈઝર્સના હાથે લાગી.
ઋષભ પંતે શ્રેયસ ઐય્યરને પછાડીને સૌથી મોટો ખેલાડી બની ગયો છે. લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે બે કરોડની બેઝ પ્રાઈઝ ધરાવતા ઋષભ પંતને ૨૭ કરોડમાં ખરીદ્યો છે. પંતને ખરીદવા માટે દિલ્હીએ આરટીએમનો પણ ઉપયોગ કર્યો હતો, જોકે તેમ છતાં લખનઉ વધારે બોલી લગાવી પંતને ટીમમાં સામેલ કરી દીધો છે.
આઈપીએલ ઓક્શમાં ઓસ્ટ્રેલિયાના ધમાકેદાર બોલર મિચેલ સ્ટાર્કને દિલ્હી કેપિટલ્સ ટીમે ૧૧.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેને ખરીદવા માટે કોલકાતા, દિલ્હી, બેંલગુરુ સહિતની ટીમે રસ દાખવ્યો હતો. જોકે અંતે દિલ્હીએ સ્ટાર્કને ૧૧.૭૫ કરોડમાં ખરીદી લીધો છે.
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમને કેપ્ટન અને વિકેટ કીપર બેટ્સમેન જોશ બટલને ગુજરાત ટાઈટન્સે ૧૫.૭૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા હતી. બટલરને ખરીદવા માટે પંજાબ, ગુજરાત, લખનઉ ટીમે પ્રયાસ કર્યો હતો, જોકે અંતે ગુજરાતે તેને ખરીદવામાં સફળ થઈ છે.
આઈપીએલના ઈતિહાસમાં શ્રેયસ ઐય્યરે ઈતિહાસ રચ્યો છે. પંજાબ કિંગ્સે ઐય્યર માટે સૌથી મોંઘી બોલી લગાવી ૨૬.૭૫ કરોડમાં ખરીદ્યો છે. આઈપીએલ-૨૦૨૩માં શ્રેયસ ઐય્યરની આગેવાની હેઠળ કોલકાતા ચેમ્પિયન બન્યું હતું, તેથી શ્રેયસને ખરીદવા માટે તમામ ટીમોએ પ્રયાસ કર્યા છે. દિલ્હીએ ઐય્યર ઉપર ૨૩ કરોડની બોલી લગાવી હતી, ત્યારબાદ બોલી ૨૪ કરોડ પર પોહોંચી ગઈ છે.
અંતે પંજાબ કિંગ્સે ઐય્યરને ૨૬.૭૫ કરોડમાં ખરીદ્યો છે. ખતરનાક બોલર રબાડાએ પોતાની બેઝ પ્રાઈઝ બે કરોડ રૂપિયા રાખી હતી. તેને ખરીદવા માટે મુંબઈ અને બેંગલુરે પણ પ્રયાસ કર્યો હતો, જોકે અંતે ગુજરાત ટાઈટન્સે રબાડાને ૧૦.૭૫ કરોડમાં ખરીદી લીધો છે.
અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવા માટે અનેક ટીમોએ પ્રયાસ કર્યા હતા. દિલ્હી, ચેન્નાઈ, ગુજરાત, બેંગલુરુએ પણ અર્શદીપને લેવાનો પ્રયાસ કર્યો હતો, જોકે છેવટે પંજાબની ટીમે તેને ૧૮ કરોડમાં ખરીદી લીધો છે.
આઈપીએલ ઓક્શનમાં પહેલા દિવસે ૨૪ નવેમ્બરની ઇવેન્ટ શરૂ થઈ ગઈ છે. ઇવેન્ટ શરૂ થતાના એક જ કલાકમાં ઓક્શનમાં ૧૧૦ કરોડ રૂપિયાની બોલી લાગી ચૂકી છે. તમામ ફ્રેન્ચાઇઝીએ પોતાના મનપસંદ ખેલાડીઓ પર બોલી લગાવી હતી. ઋષભ પંત અત્યાર સુધીના સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. તેને લખનૌ સુપરજાયન્ટ્સે ૨૭ કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
અર્શદીપ સિંહ પાસેથી બોલી લગાવવાનું શરૂ થયું હતું. અર્શદીપ પર ઘણી બોલી લાગી હતી. અર્શદીપ સિંહને લઈને સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રેસ ચાલી રહી હતી. પરંતુ અંતે અર્શદીપની ઘરવાપસી થઈ અને પંજાબે તેને ૧૮ કરોડ રૂપિયા આપીને ટીમમાં સામેલ કર્યો. બીજી બોલી દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગિસો રબાડા પર લગાવવામાં આવી હતી.
ગુજરાત ટાઇટન્સ એ રૂ. ૧૦.૭૫ કરોડની બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ત્રીજી બોલી કોલકાતા નાઈટ રાઇડર્સના ભૂતપૂર્વ કેપ્ટન શ્રેયસ અય્યર પર લગાવવામાં આવી હતી. આને લઈને દિલ્હી અને પંજાબ વચ્ચે સ્પર્ધા હતી. મેગા ઓક્શનમાં પંજાબ કિંગ્સની ટીમે શ્રેયસ અય્યરને ૨૬ કરોડ ૭૫ લાખ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. ચોથો ખેલાડી જોસ બટલર હતો, જેને ગુજરાતે ૧૫.૭૫ કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મિચેલ સ્ટાર્ક પાંચમો ખેલાડી હતો. જેમને દિલ્હીએ આખરે ૧૧.૭૫ કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યા.